કોંગ્રેસ નેતાનો આક્ષેપ, 'ભાજપના નેતાઓ ગેરકાયદે પેપર ચકાસણી કેન્દ્રમાં ગયા, તેમની વિરુદ્ધ FIR કરો'


Updated: May 16, 2020, 11:14 PM IST
કોંગ્રેસ નેતાનો આક્ષેપ, 'ભાજપના નેતાઓ ગેરકાયદે પેપર ચકાસણી કેન્દ્રમાં ગયા, તેમની વિરુદ્ધ FIR કરો'
આ પરીક્ષાના પેપરોની ચકાસણી સ્થળે કોઈ પણ અનઅધિકૃત વ્યક્તિનો પ્રવેશ નિષેધ છે.

આ પરીક્ષાના પેપરોની ચકાસણી સ્થળે કોઈ પણ અનઅધિકૃત વ્યક્તિનો પ્રવેશ નિષેધ છે.

  • Share this:
અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા ધોરણ 10 અને ઘોરણ 12ના વિદ્યાર્થીઓના પેપરની ચકાસણી સેન્ટર પર અનઅધિકૃત પ્રવેશ કરનાર સામે ફોજદારી કાર્યવાહી કરવા અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે.

શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને લખેલા આ પત્રમાં જણાવ્યું છે કે, ધોરણ10 અને ધોરણ 12ની પરીક્ષા વિદ્યાર્થીઓની કારકિર્દી માટે અતિ મહત્વની છે. આ પરીક્ષામાં ગેરરીતિઓ અક્ષમ્ય ગણાય. આ પરીક્ષાના પેપરોની ચકાસણી સ્થળે કોઈ પણ અનઅધિકૃત વ્યક્તિનો પ્રવેશ નિષેધ છે.

અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ માત્રથી બોર્ડની પરીક્ષાના પેપરોના મૂલ્યાંકન ઉપર શંકા-કુશંકા સ્વાભાવિક ઉદભવે અને જે વિદ્યાર્થીની માનસિકતા ઉપર વિપરીત અસર પેદા કરે તે સ્વાભાવિક છે.

તા. ૧૬/૦૪/૨૦૨૦ જે બોર્ડના પેપરોની ચકાસણીની કામગીરી શરુ થયેલ છે તે સમયે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા, જીલ્લા ભાજપના મંત્રી કૌશિક વેકરીયા, શહેર ભાજપ પ્રમુખ તુષાર જોશી વિગેરે બિનઅધિકૃત વ્યક્તિઓએ પેપર તપાસણી ચાલતી હતી ત્યાં પ્રવેશ કરેલ છે. જેના ફોટોગ્રાફ આ સાથે સામેલ છે.

માધ્યમિક શિક્ષણ ધારાની કલમ ૪૩ તથા ઈન્ડીયન પીનલ કોડની જોગવાઈઓને ઘ્યાને લઈને તાત્કાલિક FIR દાખલ કરવામાં આવે તેમજ ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવે જેથી બોર્ડની પરીક્ષા આપનાર ૧૭ લાખ વિદ્યાર્થીઓમાં સરકારની પ્રકિયા સામે વિશ્વસનીયતા ટકી રહે.
First published: May 1, 2020, 6:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading