સૌરાષ્ટ્રમાં દરિયાના પાણીને મીઠુ પાણી બનાવવા ૧૦ પ્લાન્ટ નંખાશે: રૂપાણી

News18 Gujarati
Updated: May 12, 2018, 6:16 PM IST
સૌરાષ્ટ્રમાં દરિયાના પાણીને મીઠુ પાણી બનાવવા ૧૦ પ્લાન્ટ નંખાશે: રૂપાણી

  • Share this:
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે અમરેલીમાં કહ્યું હતુ કે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ખારા પાણીને મીઠુ બનાવવા માટે દસ પ્લાન્ટ નાંખવામાં આવશે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આકાશ ગંગા જલધારા ટ્રસ્ટની લોકભાગીદારીથી બનનાર ‘સરદાર સરોવર’ તળાવનું ખાત મુહૂર્ત અને તખ્તીનું અનાવરણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી ૩ વર્ષ સુધી સુજલામ સુફલામ જળ સંચય અભિયાન ચલાવવામાં આવશે. સૌરાષ્ટ્રે પીવા તથા વાપરવાના પાણીની તકલીફો સહન કરેલી છે. આ પાણીની સમસ્યા કાયમી ધોરણે નિવારવા માટે વ્યાપક સ્વરૂપે અભિયાન ઉપાડ્યું છે. પાણીની સંગ્રહ શક્તિ વધારવા ૧૧૦૦૦ લાખ ઘનફુટ પાણી વધારવું છે અને એ દિશામાં લક્ષ્યાંક મુજબ આગળ વધી રહ્યા છીએ.”

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ‘સૌની યોજના’ અંતર્ગત ૧૧૫ જેટલા ડેમોને નર્મદાની લાઇનો સાથે જોડીને કનેક્ટ કરવામાં આવશે અને વરસાદ અપુરતો પડે તો નર્મદાના નીરથી ભરવામાં આવશે. પીવાના પાણીની અછત-દુષ્કાળ ભૂતકાળ બને તે રીતે સરકાર કામ કરી રહી છે. જમીનમાં પાણીના તળ ૨૦ ફુટે નીકળે તેવું આપણું લક્ષ્યાંક છે.

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના દરિયા કાંઠામાં દરિયાના ખારા પાણીને મીઠા પાણી બનાવવા માટે ૧૦ પ્લાન્ટ નાખવામાં આવશે. ઇઝરાઇલ સહિતના અન્ય દેશોમાં ખારા પાણીને મીઠા બનાવવામાં આવે છે. જામનગર જિલ્લાના જોડીયા ખાતે રૂ. ૮૦૦ કરોડના ખર્ચે દરિયાના ખારા પાણીને મીઠા બનાવવાનો પ્લાન્ટનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. જેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેલી છે. આપણે પાણીના સ્ત્રોત વધારવા અને પાણીને રીચાર્જ કરવા આગળ વધી રહ્યા છીએ. શહેરોમાં વપરાયેલ લાખો ક્યુસેક પાણી ગટરમાં છોડવામાં આવે છે. આ પાણીને રીસાયક્લીંગ કરીને શુદ્ધ કરીને ઉદ્યોગો,બાગ-બગીચાઓ અને પાણી વપરાશ માટે અપાશે. આ માટે સરકાર ટૂંક સમયમાં નિતી લાવી રહી છે. ૧૩ હજારથી વધુ તળાવો ઉંડા કરાશે.

 
First published: May 12, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading