અમરેલી : કાર પાણીમાં તણાઇ, અંદર બેઠેલા 4 વ્યક્તિનો આબાદ બચાવ

News18 Gujarati
Updated: September 11, 2019, 3:24 PM IST
અમરેલી : કાર પાણીમાં તણાઇ, અંદર બેઠેલા 4 વ્યક્તિનો આબાદ બચાવ
અમરેલીમાં કાર તણાઇ હતી.

  • Share this:
રાજન ગઢીયા, અમરેલી : આ ચોમાસામાં સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. ત્યારે અમરેલીનાં વડિયાનાં બરવાળા બાવળ ગામમાં આવેલા એક પુલ પરથી પસાર થતી કાર ગઇકાલે પાણીમાં તણાઇ ગઇ છે. જોકે સ્થાનિકોએ આ દુર્ઘટના જોતા કાર અને તેમા બેઠેલા લોકોને બચાવવા આવી ગયા હતાં. સ્થાનિકોએ ઘણી જહેમત બાદ આ કારમાં બેઠેલા ચાર જણાંનો આબાદ બચાવ કરી લીધો છે.

અમરેલીમાં ભારે વરસાદને કારણે નદીનાળા, કોઝવે છલકાયા છે અને આસપાસ પાણી ફરી વળ્યાં છે. આવી સ્થિતિમાં જરાપણ ઉતાવળ કરવી ઘણી જ જોખમી સાબિત થાય છે.  ધસમસતા વહેણમાં એક કાર પણ તણાઈ ગઈ હતી. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે, કાર પાણીમાં રમકડાની જેમ તણાઈ ગઈ હતી. આ જોતાની સાથે સ્થાનિકો મદદે આવી ગયા હતાં. તેમણે મળીને કારમાં સવાર લોકોને બચાવી લીધી હતી.

આ પણ વાંચો : અમદાવાદમાં બિલ્ડિંગ પર સતત ત્રીજી વખત વીજળી ત્રાટકી, રહીશોમાં ફફડાટ, બાળકો રડી પડ્યાં

થોડા સમય પહેલા ઈડર પંથકમાં રાતે ધોધમાર છ ઈંચ વરસાદ બાદ બીજા દિવસે સવારે ભૂતિયા ગામના એક પશુપાલક ઘઉંવાવ નદી પર બાંધેલા ડીપ પરથી કાર લઇને પસાર થઇ રહ્યા હતા. તેવામાં એકા-એક પાણીનો પ્રવાહ વધી જતાં, કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઇ ગઇ હતી. ભૂતિયા ગામના જશુભાઇ માધુભાઇ પટેલ નામના પશુપાલક ગુરૂવારે સવારે પત્ની તથા પુત્રી સાથે ખેતરમાંથી દૂધ લઇ કારમાં ઘર તરફ આવી રહ્યા હતા તેવામાં રાત્રિના ભારે વરસાદને કારણે ઘઉંવાવ નદી પર બાંધેલા ડીપ પરથી પાણી વહી રહ્યું હતું. જોકે પાણી ઓછું હોવાનું માની પશુપાલકે કારને ડીપ પરથી લઇ જવાની કોશિષ કરતાં જ પાણીનો પ્રવાહ એકા-એક વધી ગયો હતો. જેને લઇ કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાવા લાગી હતી.
First published: September 11, 2019, 2:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading