'લૂંટેરી દુલ્હન': લગ્નના 15 દિવસમાં જ ઘરેણાં અને TV લઇ દુલ્હન કારમાં બેસી છૂમંતર

News18 Gujarati
Updated: September 29, 2018, 7:01 PM IST
'લૂંટેરી દુલ્હન': લગ્નના 15 દિવસમાં જ ઘરેણાં અને TV લઇ દુલ્હન કારમાં બેસી છૂમંતર
યુવકે લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના લગ્નને 15 દિવસ પહેલા થયા હતા. પરંતુ 15 દિવસ સાથે રહી 16માં દિવસે તેની પત્ની અન્ય યુવક સાથે કારમાં બેસી ફરાર થઇ ગઇ

યુવકે લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના લગ્નને 15 દિવસ પહેલા થયા હતા. પરંતુ 15 દિવસ સાથે રહી 16માં દિવસે તેની પત્ની અન્ય યુવક સાથે કારમાં બેસી ફરાર થઇ ગઇ

  • Share this:
અમરેલીના લાઠીમા રહેતાં એક યુવકે ફરિયાદ લખાવી છે કે તેની પત્ની ટીવી અને ઘરેણા લઇ ફરાર થઇ ગઇ છે. યુવકે લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના લગ્નને 15 દિવસ પહેલા થયા હતા. પરંતુ 15 દિવસ સાથે રહી 16માં દિવસે તેની પત્ની અન્ય યુવક સાથે કારમાં બેસી ફરાર થઇ ગઇ છે.

લગ્ન થયા બાદ પત્ની 15 દિવસ તેમની સાથે રહી ઘરમાંથી સોનાના દાગીના અને ટીવી લઇ અન્ય યુવક સાથે કારમા નાસી જઇ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ યુવકે લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. લગ્ન બાદ 15 દિવસ સાથે રહી પત્ની સોનાના ઘરેણા લઇ નાસી ગયાની આ ઘટના લાઠીમા બની હતી.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર લાઠીમા કેરીયારોડ આલમગીરી હોટલ પાસે રહેતા અને મિસ્ત્રી કામ કરતા હસમુખ ઠાકરશીભાઇ મકવાણા (ઉ.વ.42) નામના યુવકે ગોંડલ તાલુકાના મોવૈયા ગામે રહેતી ગીતાબેન અરૂણભાઇ નિમાવત સાથે લગ્ન કર્યા હતા. તેમની પત્ની ગીતા 15 દિવસ તેમની સાથે રહી હતી. બાદમા ઘરમાથી સોનાના ઘરેણા કિમત રૂા. 64040 તેમજ ટીવી લઇ અજાણ્યા ફોરવ્હીલ ચાલક સાથે નાસી જઇ વિશ્વાસઘાત કરી ઠગાઇ આચરી હતી. આ બારામા હસમુખભાઇએ લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
First published: September 29, 2018, 6:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading