પ્યાર મેં કભી કભી ઐસા હો જાતા હૈ : પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીનું નાક કાપ્યું

નાક કપાયેલા યુવકની તસવીર

પ્રેમીને પકડીને લોકોએ તેને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ તેનું નાક પણ કાપ્યું હતું.

 • Share this:
  રાજન ગઢિયા, અમરેલીઃ સામાન્ય રીતે પ્રેમી પંખીડાઓ રાતના અંધારાનો લાભ ઉઠાવીને એકબીજાને મળવા દોડી જતા હોય છે. ક્યારેક પકડાઇ જતાં પ્રેમીએ માર ખાવાનો પણ વારો આવતો હો છે. જોકે, અમરેલીના બાબરામાં બનેલી ઘટનામાં પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચેલો પ્રેમી પકડાયો હતો અને ટોળાએ  તેણે વિચાર્યું પણ નહીં હોય એવી હાલત કરી હતી. પ્રેમીને પકડીને લોકોએ તેને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ તેનું નાક પણ કાપ્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

  મળતી માહિતી પ્રમાણે બાબરા તાલુકાતના કરિયાણા ગામે હેઠળના અલગ પરા વિસ્તાર તરીકે ઓળખાતા જીવાપર ગામે રહેતા 23 વર્ષીય પ્રકાશ ચંદુભાઇ મકવાણા પોતાની પ્રેમિકાને મળવા માટે તેના ઘરમાં ગયા બાદ પ્રેમિકાનો પરિવાર જાગી જતા યુવક પકડાઇ ગયો હતો.

  આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ કારની સાઇડ કાપવાની બાબતમાં બે રાઉન્ડ ફાયરિંગ, યુવકનું મોત

  ત્યારબાદ યુવકને જગદીશ સવા પીપળીયા, શારદા જગદીશ પીપળીયા, અતુલ સુરેશ પીપળીયા, કાળુ મનસુખ પીપળીયાએ ઢોરમાર માર્યો હતો. ત્યારબાદ પ્રેમી યુવકનું નાક કાપી નાંખવામાં આવ્યું હતું.

  આ પણ વાંચોઃ-પોલીસ પણ સુરક્ષીત નથી, અમરેલીમાં પાંચ દિવસમાં ત્રીજો હુમલો

  આ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદી યુવક પ્રેમીનું નાક કાપી લીધા બાદ સારવાર માટે ખસેડવામાં આવેલો છે. હાલ તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
  Published by:ankit patel
  First published: