Home /News /kutchh-saurastra /

બોર્ડર રેન્જ આઇજીની પહેલ: બોર્ડના પરીક્ષાર્થીઓને કોઈ પણ મુશ્કેલી આવે તો કરો આ નંબર પર ફોન

બોર્ડર રેન્જ આઇજીની પહેલ: બોર્ડના પરીક્ષાર્થીઓને કોઈ પણ મુશ્કેલી આવે તો કરો આ નંબર પર ફોન

પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ

ગુજરાત પોલીસના (Gujarat Police) બોર્ડર રેન્જ આઇ.જી. (Border Range IG) દ્વારા પણ એક નવી પહેલમાં પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન (IG Helpline) જાહેર કરવામાં આવી છે જેના પર વિદ્યાર્થીઓ કોઈ પ્રકારની મુશ્કેલીના ઉકેલ માટે ફોન કરી શકે છે.

    આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા (Board Exams) શરૂ થઈ હતી જેમાં રાજ્યના લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે એક મોટું પગથિયું તેવી આ બોર્ડની પરીક્ષા કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર પસાર થાય તે માટે જિલ્લા તંત્ર શિક્ષણાધિકારીની કચેરી દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાય છે. આ વચ્ચે આજથી ગુજરાત પોલીસના (Gujarat Police) બોર્ડર રેન્જ આઇ.જી. (Border Range IG) દ્વારા પણ એક નવી પહેલમાં પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન (IG Helpline) જાહેર કરવામાં આવી છે જેના પર વિદ્યાર્થીઓ કોઈ પ્રકારની મુશ્કેલીના ઉકેલ માટે ફોન કરી શકે છે.

    આજથી સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ કરવામાં આવી છે. રાજ્ય શિક્ષણ બોર્ડ તરફથી મળતી માહિતી મુજબ આજથી શરૂ થયેલ પરીક્ષામાં ધોરણ 10ના 9,64,529 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,08,067 અને સામાન્ય પ્રવાહમાં 4,25,834 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

    સમગ્ર રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા 81 ઝોનમાં 958 પરીક્ષા કેન્દ્રો અંતર્ગત 33,231 પરીક્ષા ખંડમાં 9 એપ્રિલ સુધી સવારે 10 વાગ્યાથી 1.15 સુધી યોજાશે. તો ધોરણ 12 માટે 56 ઝોનમાં 667 પરીક્ષા કેન્દ્રો અંતર્ગત 19,026 પરીક્ષા ખંડોમાં યોજાશે. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 8 એપ્રિલ સુધી બપોરે 3 વાગ્યાથી 6.30 સુધી તો સામાન્ય પ્રવાહની પરીક્ષા 12 એપ્રિલ સુધી 10.30 થી 1.45 અને 3 થી 6.15 વાગ્યા સુધી યોજાશે.

    આ પણ વાંચો: ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ પરિવાર સાથે કર્યા હરિચરણદાસજીના અંતિમ દર્શન, જુઓ તસવીરો

    દરેક જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી અને કલેકટર કચેરી દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા કોઈ વિઘ્ન વગર પસાર થાય તે માટે અનેક પ્રયાસ કરવામાં આવ્યા છે. તો સાથે જ ગુજરાત પોલીસના બોર્ડર રેન્જ ઇન્સ્પેકટર જનરલ (આઇ.જી.) દ્વારા પણ પરીક્ષાર્થીઓ માટે એક ખાસ હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે.

    આ પણ વાંચો: આજે અમદાવાદ-કચ્છમાં 'ઓરેન્જ એલર્ટ', જાણો ક્યારથી ગરમી ઓછી થવાની છે સંભાવના

    બોર્ડર રેન્જ આઇ.જી. જે. આર. મોથાલિયા દ્વારા તેમની હદના દરેક જિલ્લાઓ માટે અલગ અલગ હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે જ્યાં બાળકોને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા કે મુશ્કેલીનો સામનો કરવો પડે તો કંટ્રોલ રૂમ ખાતે ફોન કરી પોતાની વ્યથા જણાવી શકે છે.

    જો કોઈ વિદ્યાર્થીને નિયત સમયે પરીક્ષા કેન્દ્ર પહોંચવામાં અવરોધ ઉભુ થાય, યાંત્રિક મુશ્કેલી અથવા તો અન્ય કોઈ પ્રકારની મુશ્કેલી થાય તો આ હેલ્પલાઇન પર કોલ કરી શકાય જેથી સમયસર જે તે વિદ્યાર્થીને મદદ પહોંચી રહેશે. તો સાથે જ રાત્રે મોડે સુધી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓના રહેવાસ આસપાસ લાઉડસ્પીકરનો અવાજ પરેશાન કરતો હોય તો પણ હેલ્પલાઇન પર ફરિયાદ કરી શકાશે. તો તે સિવાય પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં જિલ્લા મેજિસ્ટ્રેટના પરિપત્રનો ઉલ્લંઘન કરી કોઈ ઝેરોક્સ સેન્ટર અથવા કોચિંગ ક્લાસ ખુલ્લું દેખાય તો પણ ફરિયાદ કરી શકાય છે.


    આઈ.જી. દ્વારા જાહેર કરાયેલ હેલ્પલાઇન નંબર:

    સરહદી રેન્જ ભુજ 8238072100
    પશ્ચિમ કચ્છ (ભુજ) 9889884284
    પૂર્વ કચ્છ (ગાંધીધામ) 6359629074
    બનાસકાંઠા 9913161000
    પાટણ 6359625860
    First published:

    Tags: Board exam, Kutch, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन