છેતરપિંડી કરતી વીમા કંપનીઓને બ્લેકલિસ્ટ કરવી જોઈએ : દિલીપ સંઘાણી

દિલીપ સંઘાણીએ કહ્યું- પાક વીમા કંપનીઓ ખેડૂતો પાસે કોરા કાગળમાં સહી કરાવી રહી છે

દિલીપ સંઘાણીએ ખેડૂતોએ ચકાસણી બાદ જ ફોર્મ પર સહી કરવા અપીલ કરી

 • Share this:
  ગુજકોમાસોલના ચેરમેન અને ભુતપૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ પાક વીમાને લઈને વીમા કંપનીઓ પર મોટા આક્ષેપો કર્યા છે. દિલીપ સંઘાણીએ ખેડૂતોએ ચકાસણી બાદ જ ફોર્મ પર સહી કરવા અપીલ કરી છે. સંઘાણીએ ખેડૂતો મુદ્દે કહ્યું હતું કે, ખેડૂતોને સાવચેત રહેવાની અપીલ કરૂ છું. પાક વીમા કંપની સામે યોગ્ય પગલા ભરવામાં આવે. ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર કંપની સામે તપાસ થવી જોઈએ. છેતરપિંડી કરતી કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવવી જોઈએ.

  ભાજપના નેતા દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે મળવાપાત્ર વીમાથી પણ નીચો વીમો મળે ત્યારે શંકા જાય છે. પાક વીમા કંપની ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી છે. વીમા કંપની ખેડૂતોને જે વીમા માટે અને પાકમાં જે સર્વે કરવામાં આવી રહ્યો છે, જે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે તે ફોર્મ ખાલી કોરા રાખીને સહી કરાવવામાં આવી રહી છે. મને વિશ્વાસ છે રાજ્ય સરકાર સામે ફરિયાદ જતા પગલા લેવાશે. મને સરકાર પર ભરોસો છે.

  આ પણ વાંચો - સરકારે ખેડૂતો માટે જાહેર કરેલી સહાય ખૂબ ઓછી : હાર્દિક પટેલ

  આ મુદ્દે કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે દિલીપ સંઘાણીને ભાજપમાંથી રાજીનામું આપી દેવા કહ્યું હતું. જેનો જવાબ આપતા દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે હું ક્યારેય હાર્દિકનો નામ પણ લેતો નથી પણ તેણે મારા રાજીનામાની માંગણી કરી છે. તેને અને કૉંગ્રેસને બોલવાનો કોઈ અધિકાર નથી. પાટીદારોને દગો આપીને પૈસા ભેગા કર્યા છે.
  Published by:Ashish Goyal
  First published: