ગુજરાતના પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીની IFFCOના વાઇસ ચેરમેન પદે વરણી

News18 Gujarati
Updated: May 10, 2019, 3:29 PM IST
ગુજરાતના પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીની IFFCOના વાઇસ ચેરમેન પદે વરણી
દિલીપ સંઘાણીની ઇફ્કોના વાઇસ ચેરમેન પદે વરણી

ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણીની દેશની ટોચની સહકારી સંસ્થા ઇફ્કોના વાઇસ ચેરમેન પદે વરણી કરાઇ છે

  • Share this:
રાજેશ ગઢિયા, અમરેલી: અમરેલી જિલ્લાના ટોચના ભાજપના વધુ એક નેતા સહકારી સંસ્થામાં સત્તા સ્થાને પહોંચ્યા છે. ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણીની દેશની ટોચની સહકારી સંસ્થા ઇફ્કોના વાઇસ ચેરમેન પદે વરણી કરાઇ છે. જેના પગલે અમરેલી ભાજપ અને સંઘાણીના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ વરણીને પગલે રાજકમલ ચોક ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, દિલીપ સંઘાણી ગુજકોમાંસોલ, નાફેડ તેમજ નાફ્સકોબ જેવી સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે, ત્યાર બાદ હવે તેમની ઇફ્કોના વાઇસ ચેરમેન પદે વરણી કરાઇ છે.

દેશમાં સહકારી ક્ષેત્રે અગ્રણી સંસ્થા ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટીલાઈઝર્સ કો. ઓપરેટીવ લી. (ઈફકો)ના 21 ડિરેકટરોની ચૂંટણી જાહેર થયા બાદ 16 ઉમેદવારો બીનહરીફ ચૂંટાઈ ગયા છે. બાકીના 5 માટે આવતીકાલે દિલ્હીમાં ચૂંટણી છે. જ્યારે ગુજરાતમાંથી 138 ઉમેદવારો છે. જેમાં દિલીપ સંઘાણી બીનહરીફ ચૂંટાયા છે.

આ પણ વાંચો: દલિતોના બહિષ્કાર અંગે CM રૂપાણીએ કહ્યું 'સરકાર કડક પગલાં લેશે'

આ અંગે દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, ઇફ્કોએ શરૂઆતથી ખેડૂતોના હિતમાં નવા-નવા સંશોધન કરી ઉત્પાદન વધારવા અને ખેડૂતોની આવક વધારવા માટે કામ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક 2022 સુધી બમણી કરવાનું સપનું જોયું છે તે જોતાં ઇફ્કોએ ઘણી યોજનાઓ બનાવી છે. ઇફકોની યોજનાઓ સાથે દેશના ખેડૂતોને મજબૂત કરવાની દિશામાં કામ કરીશું.

 
First published: May 10, 2019, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading