બિટકોઈન તોડ મામલો: નલીન કોટડિયાના પત્નીનું CIDએ નિવેદન લીધુ

  • Share this:
    બિટકોઈન તોડ મામલે નલીન કોટડિયાની મુશ્કેલીમાં વધારો થતો જઈ રહ્યો છે. નલિન કોટડિયા અને સીઆઈડીની સંતાકૂકડી ચાલી રહી છે, તેવામાં સીઆઈડીએ આજે નલીન કોટડિયાની પત્નીનું નિવેદન લીધુ છે. સિઆઈડીએ નલિન કોટડિયા ક્યાં છે તે મુદ્દે તેમની પત્નીનું નિવેદન લીધુ છે. બિટકોઈન મુદ્દે કિરિટ પાલડીયાની પૂછપરછ પણ કરવામાં આવી છે. સીઆઈડી નલીન કોટડિયાને લઈ ટૂંક સમયમાં વોરંટ મેળવશે.

    ઉલ્લેખનીય છે કે, બિટકોઈન કૌભાંડ મામલે નલિન કોટડિયાએ CIDને પત્ર લખ્યો છે. અને CID સમક્ષ હાજર થવા માટેનો સમય માગ્યો છે. મહત્વનું છે કે હાલ તો નલિન કોટડિયા ભુગર્ભમાં ઉતરી ગયા છે.

    નલિન કોટડિયાને CIDને પત્ર લખીને 12 મે સુધીની મુદ્દત માગી છે. આ સાથે જ તેમણે શૈલેષ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અરજી આપી છે. પત્રમાં તેને લખ્યું છે કે તેઓ બહાર ગામ હોવાથી તેમને 12 મે સુધીની મુદ્દત આપવામાં આવે. સાથે જ લખ્યું છે કે, 'હું 11 અથવા 12 મેના રોજ ગાંધીનગર ઓફિસમાં હાજર થઈશ', 'મારી સામે ગુનો દાખલ કરતા પહેલા મને સાંભળવામાં આવે', 'હાજર ન થવું તો નિયમ પ્રમાણે કાર્યવાહી કરવી'.



    ઉલ્લેખનિય છે કે બિટકોઈન કૌભાંડ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાની સંડોવણીને લઈ પૂરજોશમાં તપાસ ચાલી રહી છે. આ કેસને લઈને કોટડીયાની શોધખોળ પણ ચાલી રહી છે. જેને લઈને સીઆઇડી ક્રાઇમે વિવિધ સ્થળોએ દરોડા કર્યા હતા. તેમજ સૌરાષ્ટ્ર, સુરત અને અમદાવાદમાં તપાસ આદરી છે. તો બીજી તરફ અમરેલીના સસ્પેન્ડેડ એસ.પી. જગદીશ પટેલના વહીવટદાર કોન્સ્ટેબલની તપાસ માટે જૂનાગઢ તથા અમરેલીમાં પણ તપાસ ચાલી રહી છે. નલિન કોટડીયા દ્વારા આપવામાં આવેલ અરજી પર સીઆઈડી ક્રાઈમ દ્વારા કરાઈ રહી છે તપાસ.
    Published by:kiran mehta
    First published: