Home /News /kutchh-saurastra /

Bhuj: નગરપાલિકા હોદ્દેદારોને સત્તાપક્ષના સ્ટેમ્પ વેન્ડર કહી વિપક્ષે કર્યો સામાન્ય સભાનો બહિષ્કાર

Bhuj: નગરપાલિકા હોદ્દેદારોને સત્તાપક્ષના સ્ટેમ્પ વેન્ડર કહી વિપક્ષે કર્યો સામાન્ય સભાનો બહિષ્કાર

વિવિધ

વિવિધ મુદ્દે વિરોધ દર્શાવી વિપક્ષે સભાનો બહિષ્કાર કર્યો હતો.

ભુજ નગરપાલીકાની સામાન્ય સભામાં પાણી ગટર ઉપરાંત વિપક્ષી નગરસેવકો સાથે ભેદભાવ થતાં હોવાના આક્ષેપ સાથે સભાનો બહિષ્કાર કર્યો હતો તો પાલિકા પ્રમુખે આને વિધાનસભા ચુંટણી પહેલા કોંગ્રેસના નાટક કહ્યા હતા

    Kutch: શનિવારે ભુજ શહેર નગરપાલિકાની (Bhuj Nagarpalika) સામાન્ય સભામાં ફરી એક વખત હોબાળો થયો હતો. નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા સત્તાપક્ષ સિવાયના નગરસેવકોની (Bhuj Councillors) રજૂઆતોને ધ્યાન ન અપાતા હોવાના આક્ષેપ સાથે નગરપાલિકાના વિપક્ષી દળે (Bhuj Nagarpalika Opposition) સભાનો બહિષ્કાર કરી વોક આઉટ કર્યું હતું. તો બીજી તરફ પાલિકા પ્રમુખે (Bhuj Mayor) કોંગ્રેસી નગરસેવકોની (Bhuj Congress Councillors) નિષ્ફળતા ગણાવી વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના નાટક હોવાનો આક્ષેપ કર્યો હતો.

    કચ્છના મુખ્ય મથક અને જિલ્લાના સૌથી મોટી નગરપાલિકાની સામાન્ય સભામાં હર વખતે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે કોઈ ને કોઈ મુદ્દાઓ પર ડખો ઊભો થતો હોય છે. તો શનિવારે શહેરના ટાઉન હોલ ખાતે યોજાયેલી સામાન્ય સભામાં વિપક્ષે અનેક મુદ્દે સત્તાપક્ષ પર પ્રશ્નો ઊભા કરી અંતે સભાનો બહિષ્કાર કર્યો હતો. તો સાથે જ વિપક્ષે આક્ષેપ કર્યા હતા કે કોંગ્રેસના નગરસેવકોની રજૂઆતોને વાચા આપવામાં આવતી નથી અને નગરપાલિકા હોદ્દેદારો સત્તાપક્ષના સ્ટેમ્પ વેન્ડર તરીકે કામ કરી રહ્યા છે.

    હાલમાં જ નગરપાલિકા દ્વારા પાણીના ટેન્કર માટે રૂ. 100થી વધારીને રૂ. 200 કર્યો છે. ત્યારે આ મુદ્દે વિપક્ષે વિરોધ નોંધાવતા કહ્યું હતું કે ઉનાળામાં લોકોને નગરપાલિકા પાણી પૂરું નથી પાડી શકતી અને બીજી તરફ ટેન્કરના ભાવમાં પણ વધારો કરતા લોકોને આર્થિક બોજો સહન કરવો પડશે. તો સાથે જ ગટર વ્યવસ્થા મુદ્દે પણ પાલિકા નિષ્ફળ રહી હોવાના આક્ષેપ વિપક્ષે કર્યા હતા.

    બીજી તરફ વિપક્ષે વિરોધ દર્શાવતા આક્ષેપ કર્યા હતા કે નગરપાલિકા દ્વારા સત્તાપક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના નગરસેવકો વચ્ચે ભેદભાવ કરી તેમની રજૂઆતોને ગણકરવામાં આવતી નથી. તો સભાનો બહિષ્કાર કરતા સમયે વિપક્ષે આક્ષેપ કર્યા હતા કે સભાના એજેન્ડાનો અભ્યાસ કરવા વિપક્ષને પૂરતો સમય આપવામાં આવતો નથી જેથી સત્તાપક્ષ પોતાના ખોટા કામો સહેલાઈથી પાર પાડે છે.

    આ પણ વાંચો:રાજકોટ: ઇન્ડોનેશિયાએ કર્યો પામતેલની નિકાસ બંધ કરવાનો નિર્ણય, ભાવ વધવાના એંધાણ

    તો બીજી તરફ વિપક્ષના આક્ષેપોને ફગાવતા નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે કહ્યું હતું કે અત્યારની બોડી દ્વારા કરેલા સારા કામોના કારણે વિપક્ષ પાસે કોઈ મુદ્દો ન બચ્યું હોવાથી વિધાનસભા ચુંટણી પહેલા નાટક કરી રહી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन