અમરેલીઃ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સામે અરેસ્ટ વોરંટ નીકળ્યું છે. અમરેલી ચીફ કોર્ટે એક કેસમાં પરેશ ધાનાણી તેમજ 11 આગેવાનો સામે ધરપકડ વોરંટ કાઢ્યું છે.
મળતી માહિતી પ્રમાણે ચીફ કોર્ટે પરેશ ધાનાણી, વિરજી ઠુમર સહિત 11 લોકો સામે અરેસ્ટ વોરંટ કાઢી તેમને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે. ધાનાણી ઉપરાંત પાલિકા પ્રમુખ અલકા ગોંડલિયા સામે પણ વોરંટ નીકળ્યું છે.
રિપોર્ટ પ્રમાણે ધાનાણી તેમજ અન્ય આગેવાને સામે પૂતળા દહન કાર્યક્રમ અતંર્ગત ગુનો નોંધાયો હતો. જે અંગે કાર્યવાહી કરતા કોર્ટે તમામ સામે વોરંટ કાઢ્યું છે. નોંધનીય છે કે પરેશ ધાનાણી અમરેલી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે, તેમજ વિરજી ઠુમર લાઠી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.
2017 વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લા તેમજ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના સારા દેખાવ બાદ કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીની પસંદગી કરી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર