Home /News /kutchh-saurastra /

અમરેલીઃ સતત ત્રીજા વર્ષે પાક નિષ્ફળ જવાના ડરથી ખેડૂતનો આપઘાત

અમરેલીઃ સતત ત્રીજા વર્ષે પાક નિષ્ફળ જવાના ડરથી ખેડૂતનો આપઘાત

છેલ્લા ત્રણ વર્ષથી ખેતીમાં ઉત્પાદન નબળુ આવતું હોવાથી હિંમત હારી આપઘાત કરી લીધો હોવાનું પિતરાઇ ભાઇએ પોલીસને જણાવ્યું હતું.

છેલ્લા ત્રણ વર્ષથી ખેતીમાં ઉત્પાદન નબળુ આવતું હોવાથી હિંમત હારી આપઘાત કરી લીધો હોવાનું પિતરાઇ ભાઇએ પોલીસને જણાવ્યું હતું.

    એક તરફ ઓછા વરસાદ તો બીજી બાજુ સરકારની ઉપેક્ષાને કારણે રાજ્યના ધરતીપૂત્રો હાલત દયનીય બની છે. અમરેલીના ધારી તાલુકના વાવડી ગામે પાક નિષ્ફળ જવાના ડરે એક ખેડૂતે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. પોલીસ ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

    પ્રાપ્ત વિગત પ્રમાણે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાવડી ગામે પાક નિષ્ફળ જવાના ડરથી અનકભાઇ ગભરુભાઇ જેબલીયા (ઉ.35) નામના ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવાર ગમગીનીની લાગણી છવાઇ ગઇ છે. છેલ્લા ત્રણ વર્ષથી ખેતીમાં ઉત્પાદન નબળુ આવતું હોવાથી હિંમત હારી આપઘાત કરી લીધો હોવાનું પિતરાઇ ભાઇએ પોલીસને જણાવ્યું હતું. પોલીસે ખેડૂતનો મૃતદેહને પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Dhari, અમરેલી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन