અમરેલી: સાવરકુંડલાના ગજેરા સંકુલની સ્કૂલ બસ પલટી, 15 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

Haresh Suthar | News18 Gujarati
Updated: January 21, 2017, 1:26 PM IST
અમરેલી: સાવરકુંડલાના ગજેરા સંકુલની સ્કૂલ બસ પલટી, 15 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત
સાવરકુંડલાની ગજેરા સંકુલની મીની બસ આજે સવારે એકાએક પલટી મારી જતાં બસમાં સવાર 15 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ થવા પામી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે સાવરકુંડલા ખસેડવામાં આવ્યા છે. જોકે સદનસીબે જાનહાનિ ટળી છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: January 21, 2017, 1:26 PM IST
સાવરકુંડલા #સાવરકુંડલાની ગજેરા સંકુલની મીની બસ આજે સવારે એકાએક પલટી મારી જતાં બસમાં સવાર 15 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ થવા પામી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે સાવરકુંડલા ખસેડવામાં આવ્યા છે. જોકે સદનસીબે જાનહાનિ ટળી છે.

સાવરકુંડલાની ગજેરા સંકુલની બસ આજે સવારે વિદ્યાર્થીઓને લઇને આવતી હતી ત્યારે સાવરકુંડલા નજીક ભુવા ગામ નજીક મીની બસ એકાએક પલટી મારી ગઇ હતી. એકાએક સર્જાયેલા આ અકસ્માતને પગલે ચિત્કાર મચી ગયો હતો.

સ્થાનિકો પણ દોડી આવતાં ઇજાગ્રસ્ત બાળકોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે ખસેડાયા હતા. જાણવા મળ્યા મુજબ 15 જેટલા બાળકોને નાની મોટી ઇજાઓ થવા પામી છે જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
First published: January 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर