Home /News /kutchh-saurastra /'અમરેલીનો બાપ બોલું છું, SP નિર્લિપ્ત રાય આખી જિંદગી નથી રહેવાના, 10 લાખ આપ બાકી ફાયરિંગ કરીશ'

'અમરેલીનો બાપ બોલું છું, SP નિર્લિપ્ત રાય આખી જિંદગી નથી રહેવાના, 10 લાખ આપ બાકી ફાયરિંગ કરીશ'

આરોપી છત્રપાલસિંહ વાળા છ ગુનામાં અગાઉ સંડોવાયેલો હતો

Amreli chatrpalsinh Extortion case : પેટ્રોલ પમ્પ સંચાલકને ફોન કરી અને 10 લાખની ખંડણી માંગવી ભારે પડી, કુખ્યાત છત્રપાલસિંહને પોલીસે જેલના સળિયા ગણતો કરી નાખ્યો

  રાજન ગઢિયા, અમરેલી : અમરેલીમાં (Amreli) એક પેટ્રોલ પમ્પ સંચાલકને (Petrol Pump) ફોન કરી અને 10 લાખ રૂપિયાની ખંડણી (Extortion) માંગવાનો બનાવ સામે આવ્યો હતો. આ ખંડણીની ધમકી આપવામાં આવી તેની ઑડિયો ક્લિપ (Viral Audio) સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોતે અમરેલીનો બાપ છે અને પૈસા નહીં આપે તો ફાયરિંગ (firing) કરશે તેવી ધમકી આપી પેટ્રોલ પમ્પ સંચાલક પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરી હતી. આ ઉપરાંત અમરેલીના ઝાબાંઝ એસપી નિર્લિપ્ત રાય (Amreli SP Nirlipt Rai) આખી જિંદગી નહીં હોય અને તેના ભરોષે ન રહેવા પણ કહ્યું હતું. આ અંગે અમરેલી એસઓજી અને એલસીબી કેસ નોંધાતા આરોપીની પાછળ લાગી ગઈ હતી. દરમિયાન ગોંડલના મોવિયા પાસેથી આરોપી છત્રપાલસિંહ વાળાને ઝડપી પાડ્યો હતો.

  અમરેલીના પેટ્રોલપંપ સંચાલક હિતેશભાઇને થોડા દિવસ પહેલા એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. સામે વાળી વ્યક્તિએ પોતાને અમરેલીનો બાપ છત્રપાલસિંહ વાળા તરીકે ઓળખાણ આપી સિક્યુરિટી પેટે રૂ. 10 લાખની ખંડણીની માગ કરી હતી. જોકે પેટ્રોલપંપ માલિક ખંડણી ખોરના તાબે ન થતાં તેણે પેટ્રોલપંપ પર ફાયરીંગ કરવાની ધમકી આપી હતી, અને અમરેલીના એસ.પીને પડકાર ફેંકતી વાતો પેટ્રોલ માલિક સાથે વાત કરી હતી.

  જોકે આ વાતચીતનો સમગ્ર ઓડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો. બનાવને પગલે અમરેલી પોલીસે ખંડણી ખોર છત્રપાલસિંહ વાળા સામે ગુનો નોંધી તેની શોધોખળ હાથ ધરી હતી. પોલીસે છત્રપાલસિંહને ઝડપી પાડવા જુદી જુદી ટીમો બનાવી હતી. જેમાં અમરેલીની LCB ટીમે ગોંડલથી ખંડણી ખોર છત્રપાલસિંહની દબોચી લીધો હતો.

  આ પણ વાંચો : મોરબી : કરૂણ ઘટના! મહિલા LRDએ ક્વાર્ટરમાં આપઘાત કર્યો, 15 દિવસ પૂર્વે જ મળ્યું હતું પોસ્ટીંગ

  આ પણ વાંચો : ડીસા: C.A પતિએ મિત્રો સાથે મળીને કરાવી હતી પત્નીની હત્યા, મુખ્યસૂત્રધાર ઝડપાયો

  આ પણ વાંચો : સુરત : રત્નકલાકારને મહારાષ્ટ્રની કન્યા સાથેના લગ્ન મોંઘા પડ્યા, એક મહિનામાં જ 4.50 લાખ લૂંટી થઈ ગઈ રફૂચક્કર

  'અમરેલીનો બાપ બોલુ છું એસ.પી નિર્લિપ્ત રાય આખી જિંદગી નથી રહેવાના'

  આરોપી છત્રપાલસિંહ વાળાને ઝડપી પોલીસે તેની સામે જાનથી મારી નાખવાની ધમકી અને ખંડણીનો ગુનો નોંધ્યો છે.


  'અમરેલીથી છત્રપાલસિંહ વાળા બોલું ઓળખાણ પડી ? શાંતિથી પેટ્રોલપમ્પ ચલાવો છે કે, પછી માથાકૂટ કરવી છે? એસ.પી નિર્લિપ્ત સાહેબ આખી જિંદગી અહિં રહેવાના છે ? સિક્યુરિટી જોઇતી હોય તો પૈસા આપવા પડશે, રૂ. 10 લાખ જોઇએ છે મારે. સિક્યુરિટી પોલીસ આપશે ? અમરેલીનો બાપ બોલું છું છત્રપાલ, રૂપિયા આપવાના છે? બે દિવસમાં છૂટી જઈશ મોટુ મર્ડર તો કર્યું નથી, 16 ગુના છે, નિર્લિપ્તભાઇ સામે 17મો ગુનો કરીશ તો ધોકા જ મારશે અને બીજા દિવસે છૂટી જઇશ, છોકરાઓની સિક્યુરિટી જોઇએ છે? હવે પછી પેટ્રોલ પમ્પેથી નીકળવામાં ધ્યાન રાખજે બાકી ફાયરિંગ કરીશ. તું જો હવે ભડાકા ન કરાવું તો કેજે'
  " isDesktop="true" id="1104628" >

  આ પણ વાંચો : ગોંડલ : અજયસિંહ જાડેજાની હત્યાના આરોપીઓ ઝડપાયા, પોલીસને જણાવ્યું મર્ડરનું કારણ

  આ પણ વાંચો : રાજકોટ : દારૂની હેરાફેરીનો ગજબ આઇડિયા! ઈડલી-સાંભાર અને શાકભાજી વેચનારા બન્યા બૂટલેગર

  આ પણ વાંચો : અમદાવાદ : ફિલ્મી સ્ટાઇલે દારૂની હેરાફેરી કરતી હતી યુવતીઓ, બીયરનાં 214 ટીન સાથે ઝડપાઈ

  ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાશે

  આ બનાવ બાદ છત્રપાલને પોલીસે ગોંડલના મોવીયાથી ઝડપી પાડી અને સાણસામાં લીધો હતો. ઘટના અંગે માહિતી આપતા અમરેલીના ડીવાયએસપી જગદિશસિંહ ભંડેરીએ જણાવ્યું હતું કે છત્રપાલ અગાઉ 6 ગુનામાં સંડોવાયેલો હતો. હાલમાં તેની સામે ખંડણી, જાનથી મારી નાખવાની કોશિષ સહિતના ગુના નોંધવામાં આવ્યા છે. સિટી પીઆઈ આ કેસની તપાસ કરી રહ્યા છે જેમાં જેમ વધુ વિગતો આવશે તેમ ગુના ઉમેરવામાં આવશે. આ ઘટનામાં આરોપીએ પેટ્રોલ પમ્પની રેકી કરી હતી તેથી તેનું રિકન્સ્ટ્રક્શન પણ આજે કરવામાં આવશે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Amreli police, Chatraplsinh vala, અમરેલી, નિર્લિપ્ત રાય

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन