અમરેલીઃ વધુ એક ખેડૂત હિંમત હાર્યો, ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત

News18 Gujarati
Updated: November 30, 2018, 2:38 PM IST
અમરેલીઃ વધુ એક ખેડૂત હિંમત હાર્યો, ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત
હેલ્થ સેન્ટર ખાતે એકઠા થયેલા લોકો

સ્થાનિકો અને ગામના લોકોના મતે કમલેશ ભાઈએ પાક નિષ્ફળ જતા આપઘાત કરી લીધો

  • Share this:
રાજ્યમાં દિવસને દિવસે ખેડૂતોની સ્થિતિ દયનીય બની રહી છે. આવી સ્થિતિથી હારી ખેડૂત આપઘાત કરી રહ્યો છે. આવો જ એક આપઘાતનો બનાવ લાઠીના આચરડી ગામે બન્યો છે. ગામના ખેડૂત કમલેશભાઈ વસાણીએ ટ્રેનની નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો છે.

સ્થાનિકો અને ગામના લોકોના મતે કમલેશ ભાઈએ પાક નિષ્ફળ જતા આપઘાત કરી લીધો છે. જોકે, આ મામલે હજુ સત્તાવાર કોઈ કારણ સામે આવ્યું નથી. કમલેશ ભાઈએ 12 વિઘા જમીનમાં વાવેતર કર્યું હતું પણ તે નિષ્ફળ જતા ટ્રેનની નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે. ખેડૂતે કોઈ ચિટ્ઠી લખી છે કે નહીં તે વિશે પણ પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો- વધુ એક ખેડૂત હિંમત હાર્યો, પાક નિષ્ફળ જતાં સાયલાના ખેડૂતનો આપઘાત

આ પહેલા સુરેન્દ્રનગરના સાયલામાં તાલુકામાં 15 દિવસની અંદર બે ખેડૂતોએ આપઘાત કર્યો છે.

બીજી તરફ દિલ્હીમાં પણ સરકાર સામે ખેડૂતોએ હલ્લાબોલ કર્યું છે. દિલ્હીના ખેડૂતોના સમર્થનમાં ગુજરાતના ખેડૂતો અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરશે. ગાંધી આશ્રમથી કલેકટર ઓફિસ રેલી કાઢી કરશે વિરોધ પ્રદર્શન કરીને પડતર પ્રશ્નોને મુદે કલેકટરને આવેદનપત્ર આપશે. ગુજરાતના ખેડૂતોના દેવા નાબૂદી મુદે રજુઆત કરવામાં આવશે.

આ પણ વાંચો - વધુ એક ખેડૂત હિંમત હાર્યો, 3 મહિનામાં 17થી વધુ ખેડૂતોએ જીવન ટુંકાવ્યું
First published: November 30, 2018, 2:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading