અમરેલી જિલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખે આર્થિક સંકડામણના કારણે કર્યો આપઘાત

News18 Gujarati
Updated: January 18, 2020, 1:07 PM IST
અમરેલી જિલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખે આર્થિક સંકડામણના કારણે કર્યો આપઘાત
અમરેલી જિલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ કેસૂર ભેડા રાહુલ ગાંધી સાથેની ફાઇલ તસવીર

અમરેલી જિલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ કેસૂર ભેડાએ આજે સવારે આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે.

  • Share this:
અમરેલી : અમરેલી જિલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ કેસૂર ભેડાએ આજે સવારે આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. સ્યૂસાઇડ નોટમાં લખ્યા પ્રમાણે તેમણે આર્થિક સંકડામણને કારણે આપઘાત કરી લીધો છે. આ અંગે હાલ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

આજે સવારે સાતથી આઠ વાગ્યાની આસપાસ લીલીયાના સલડી નજીક ત્રિલોક ફૂડ પ્રોસેસ ફેકટરીમાં કેસૂર ભેડાએ આપઘાત કરી લીધો હતો. આર્થિક સંકડામણથી આપઘાત કર્યાનો સુસાઇડ નોટમા ઉલ્લેખ છે. કેસૂર ભેડા હાલ અમરેલી જિલ્લા પંચાયતના ચાલુ સદસ્ય હતાં. સદસ્યનાં આપઘાતને કારણે કૉંગ્રેસમાં શોકનો માહોલ છવાયો છે.

અમરેલી જિલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ કેસૂર ભેડાની ફાઇલ તસવીર


લીલીયા પંથકમા આહીર અગ્રણી અને કોંગ્રેસના મોટાગજાના નેતા તરીકે કેસૂર ભેડાનું નામ સામે આવતું હતું.લીલીયા પંથકમાં કેસુર ભેડાના આપઘાતથી શોકનો માહોલ પેદા થયો છે. હાલ આપઘાતને લઈને પોલીસે પહોંચી ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

First published: January 18, 2020
વધુ વાંચો
अगली ख़बर