Home /News /kutchh-saurastra /

અમરેલી: પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ, યુવક-યુવતીને મારીને સળગાવી નાખ્યાં

અમરેલી: પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ, યુવક-યુવતીને મારીને સળગાવી નાખ્યાં

નિતેશની પ્રેમીકા પન્નાને પણ પરિવારે ઢોર માર મારી મારી નાખી અને સળગાવી કાઢી તેને ખાડો ખોદી દાટી દીધી

નિતેશની પ્રેમીકા પન્નાને પણ પરિવારે ઢોર માર મારી મારી નાખી અને સળગાવી કાઢી તેને ખાડો ખોદી દાટી દીધી

    દેશમાં વિકાસ અને પ્રગતીની વાતો જોરશોરથી ચાલે છે પરંતુ હજુ પણ સમાજમાં માનસિક વિકાસની અછત જોવા મળી રહી છે. પર જ્ઞાતી અને પ્રેમ પ્રકરણનો આજે પણ કેટલાક લોકો સ્વીકાર નથી કરી શકતા અને સમાજ, આબરૂના નામે દીકરા-દીકરીનો ભોગ લઈ લે છે. આવો જ એક કિસ્સો અમરેલીથી સામે આવ્યો છે. અહીં પ્રેમ પ્રકરણમાં યુવક યુવતીની હત્યા કરી સળગાવી નાખવામાં આવ્યા હોવાનો ખુલાસો થતા ચકચાર મચી ગઈ છે.

    અમરેલીના ધારીમાંથી ગુમ થયેલા યુવકની શોધખોળમાં પોલીસને આખો મામલો પ્રેમપ્રકરણ અને હત્યાનો મળી આવ્યો છે. ધારીના યુવાનને ભાવનગરના અમૃતવેલની યુવતી સાથે પ્રેમ થયો હતો, જેની જાણ યુવતીના પરિવારને થઈ ગઈ અને પરિવારે યુવક તથા યુવતીને મોતને ઘાટ ઉતારી બંનેની હત્યા કરી સળગાવી મુક્યા.

    પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીના ધારીનો નિતેષ પાટડીયા નામનો યુવક પોલીસની ભરતીમાં જઉ છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો, ત્યારબાદ ઘરે પરત ન ફરતા તેના પરિવારે તેની ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી. પરંતુ લાંબા સમય સુધી પોલીસને તેની કોઈ કડી મળતી ન હતી.

    આખરે થોડા દિવસ બાદ પોલીસને એક ઓડીયો ક્લિપ મળી આવી જેમાં સંભળાતુ હતું કે, યુવાનને માર મારી ટોર્ચ કરવામાં આવી રહ્યું છે. પોલીસે હવે આ દિશા તરફ તપાસ કરી તો તપાસનો મામલો ભાવનગરના અમતવેલ ગામ સુધી પહોંચ્યો.

    પોલીસને ખબર પડી કે, નિતેશને અમૃતવેલ ગામની એક યુવતી સાથે પ્રેમ હતો. પોલીસે આ દીશામાં તપાસ કરી ત્રણ શંકાસ્પદોની કડક પુછપરછ કરતા માલુમ થયું કે નીતેશની હત્યા તેરી લાસને સળગાવી કેનાલમાં નાાખી દેવામાં આવી હતી. પોલીસે ફોરેન્સિક ટીમની મદદથી કેનાલમાંથી લાસના અવસેસો બહાર કાઢી તેના સેમ્પલો તથા ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા.

    પોલીસે આરોપીઓની વધુ પુછપરછ કરતા આરોપીઓએ એ પણ કબુલ્યું કે નિતેશની પ્રેમીકા પન્નાને પણ પરિવારે ઢોર માર મારી મારી નાખી અને સળગાવી કાઢી તેને ખાડો ખોદી દાટી દીધી છે. પોલાીસે ઘટના સ્થલ પર જઈ યુવતીના અવસેસો પણ ફોરેન્સિક તપાસમાં મોકલી દીધા હતા.

    પોલીસે આરોપીઓને કડકમાં કડક સજા મળે તે માટે ફોરેન્સિક રિપોર્ટ અને ઘટના સ્થળ પરથી માટીના સેમ્પલ લઈ તેમના ડીએનએની મદદથી કેસ મજબૂત બનાવવાની કોશિસ કરી છે. જેથી આરોપીઓને સજા મળે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Amreli police

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन