અમરેલી: લર્નીગ લાયસન્સ કઢાવવું છે ? તો આ સ્થળે જજો, તાત્કાલિક નીકળી જશે

News18 Gujarati
Updated: August 28, 2018, 2:39 PM IST
અમરેલી: લર્નીગ લાયસન્સ કઢાવવું છે ? તો આ સ્થળે જજો, તાત્કાલિક નીકળી જશે
ફાઈલ ફોટો

અરજદારોએ ઓનલાઇન ફોર્મ અને ફી ભરવાના રહેશે. લર્નીંગ લાયસન્‍સ માટે કોમ્‍પ્‍યુટર ટેસ્‍ટ આપવાની રહે છે. જે પાસ કર્યેથી લર્નીંગ લાયસન્‍સ મળી શકશે.

  • Share this:
અમરેલી શહેરમાં રહેલા લોકો માટે એક આંનદના સમાચાર છે. લર્નીંગ લાયસન્‍સ મેળવવા ઇચ્‍છતા હોય તેવા અમરેલી શહેર વિસ્‍તારના અરજદારો માટે સેવા સેતુ કાર્યક્રમના સ્‍થળ પર વિશેષ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. લર્નીંગ લાયસન્‍સ મેળવવા ઇચ્‍છુકોએ એ.આર.ટી.ઓ. કચેરી-અમરેલી સુધી જવું ન પડે અને સેવા સેતુ કાર્યક્રમના સ્‍થળે લર્નીંગ લાયસન્‍સ આપવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

અરજદારોએ ઓનલાઇન ફોર્મ અને ફી ભરવાના રહેશે. લર્નીંગ લાયસન્‍સ માટે કોમ્‍પ્‍યુટર ટેસ્‍ટ આપવાની રહે છે. જે પાસ કર્યેથી લર્નીંગ લાયસન્‍સ મળી શકશે. અમરેલી શહેરી વિસ્‍તારના વોર્ડ વાઇઝ નિયત કરેલ સમય અને સ્‍થળે કરવામાં આવેલ આયોજનની વિગતો આ મુજબ છે.

વોર્ડ નં.૧, વોર્ડ નં.૨ અને વોર્ડ નં.૭ માટે ડૉ.આંબેડકર ભવન-રાજમહેલ કમ્‍પાઉન્‍ડ-અમરેલી ખાતે તા. ૩૧ ઓગષ્‍ટ-૨૦૧૮ને શુક્રવારના રોજ સવારે ૯ થી સાંજે ૫ કલાક દરમિયાન, વોર્ડ નં.૩, વોર્ડ નં.૪ અને વોર્ડ નં.૬ માટે કડવા પટેલ વાડી, હનુમાનપરા-અમરેલી ખાતે તા.૧૫ સપ્‍ટેમ્‍બર-૨૦૧૮ને શનિવારના રોજ સવારે ૯ થી સાંજે ૫ કલાક દરમિયાન, વોર્ડ નં.૮ અને વોર્ડ નં.૯ માટે નગરપાલિકા કોમ્‍યુનિટી હોલ, જેસીંગપરા-અમરેલી ખાતે તા.૨૮ સપ્‍ટેમ્‍બર-૨૦૧૮ને શુક્રવારના રોજ સવારે ૯ થી સાંજે ૫ કલાક દરમિયાન તેમજ વોર્ડ નં.૫, વોર્ડ નં.૧૦ અને વોર્ડ નં.૧૧ માટે ખેડૂત તાલીમ કેન્‍દ્ર, ચક્કરગઢ રોડ-અમરેલી ખાતે તા.૧૨ ઓકટોબર-૨૦૧૮ને શુક્રવારના રોજ સવારે ૯ થી સાંજે ૫ કલાક દરમિયાન વિશેષ વ્‍યવસ્‍થા કરવામાં આવી હોવાનું સહાયક પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી-અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.
First published: August 28, 2018, 2:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading