સુરત-અમદાવાદ સહિત બહારથી અમરેલી આવનાર વ્યક્તિઓને સીધો પ્રવેશ નહીં મળે, મોટો નિર્ણય લેવાયો

News18 Gujarati
Updated: July 15, 2020, 1:11 PM IST
સુરત-અમદાવાદ સહિત બહારથી અમરેલી આવનાર વ્યક્તિઓને સીધો પ્રવેશ નહીં મળે, મોટો નિર્ણય લેવાયો
ચાવંડ ચેકપોસ્ટની ફાઇલ તસવીર

અમરેલીમાં કોરોનાના કેસ વધતા જિલ્લા વહીવટી તંત્રના નિર્ણયથી કોરોનાના શંકાસ્પદ કેસને શોધવાની કવાયત

  • Share this:
રાજન ગઢિયા, અમરેલી : અમરેલી જિલ્લામાં (Amreli)13. 5.20 ના રોજ પ્રથમ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને જૂન મહિનો શરૂ થતાં જ આ કેસમાં સતત વધારો થયો અને જુલાઈ મહિનાના આજ સુધીમાં આ કોરોના પોઝિટિવ કેસ નો આંકડો આશરે 200ની આસપાસ આવ્યો છે, ત્યારે અમરેલી જિલ્લા વહીવટીતંત્રએ કોરોના સંક્રમણ અટકાવવા અને કોરોના પોઝિટિવ દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે અને મૃત્યુ દર ઘટાડી શકાય તેવા હેતુસર આવતીકાલે એટલે કે તારીખ 15 જુલાઈ થી ચાવંડ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવશે. આ ચેકપોસ્ટ પર આવનારા સુરત અમદાવાદના તમામ પેસેન્જરોને ત્યાં ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી બાદ શંકાસ્પદ હોય તે જરૂરી હોય તો તેને સીધા જ કોવિડ હોસ્પિટલ લઈ જવામાં આવશે જેના કારણે સંક્રમણ પણ અટકાવી શકાય અને સમયસર સારવાર મળે તો દર્દીને મૃત્યુ માંથી બચાવી શકાય જેની માહિતી જિલ્લા કલેકટરે આજે પત્રકારો સમક્ષ આપી હતી.

જિલ્લા કલેક્ટર આયુષ ઓકે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે 'હાલમાં અમરેલીમાં 92 એક્ટિવ કેસ છે. આ સ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા ચાવંડ ચેકપોસ્ટ ફરી શરૂ કરવામાં આવશે. આ ચેકપોસ્ટ પર સુરત-અમદાવાદ સહિતથી બહારના જિલ્લામાંથી અમરેલીમાં આવતા લોકોનું મેડિકલ સ્ક્રિનિંગ કરાશે. આવું કરવાથી જેને કોરોનાના લક્ષણો હશે તેમની અગાઉથી જ જાણ થઈ જશે અને તે વ્યક્તિને સંક્રમણ પ્રસરાવતો અગાઉથી જ અટકાવી શકાશે.'

આ પણ વાંચો :  સુરત : 'સ્થિતિ ખરાબ છે, છટકી જજો અહીંથી, કાલે તો મેં 70-80 લાશ ગણી', 108ના ડ્રાઇવરની ઑડિયો ક્લિપ Viral

ધાનાણીએ કહ્યું હતું પેસેન્જર નહીં પેશન્ટ જ આવે છે

અગાઉ બે દિવસ પહેલાં અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કોરોના ટેસ્ટીંગની લેબ અમરેલીમાં શરૂ કરવાની માંગ સાથે પ્રતિક ઉપવાસ કર્યા હતા. તેમણે નિવેદન આપ્યું હતું કે અમરેલીમાં બહારથી પેસેન્જર નહીં પેશન્ટ જ આવે છે. આ સ્થિતિમાં અમરેલીમાં કેસ વધે તો સ્થાનિક સ્તર પર ચકાસણી કરવા માટે લેબ અનિવાર્ય છે.

13મી જુલાઈએ 24 કલાકમાં સૌથી વધુ 29 કેસ નોંધાયા હતાદરમિયાન 13મી જુલાઈના સાંજના આંકડા મુજબ અમરેલીમાં 24 કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. 24 કલાકમાં જિલ્લામાં 29 કેસ પોઝિટિવ નીકળ્યા હતા. અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારનો મોટો વર્ગ સુરતમાં વસે છે જ્યારે અમદાવાદમાં પણ અમરેલી જિલ્લાના લોકો વેપાર-ધંધા અર્થે વસે છે ત્યારે સંક્રમણને ધ્યાનમાં રાખતા આ ચેકપોસ્ટ ફરી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :  અમદાવાદ : છાતીના ભાગમાં 30 ઘન સેમી જેટલી કેન્સરની ગાંઠ હતી, સિવિલે ટ્યૂમર કાઢી આપ્યું નવજીવન

અમરેલી જિલ્લામાં આશરે 3 લાખ લોકો બહારથી આવ્યા છે

દરમિયાન સરકારી ચોપડે નોંધાયેલા આંકડા મુજબ અમરેલી જિલ્લામાં આશરે 3 લાખ જેટલા લોકો અત્યારસુધીમાં બહારના જિલ્લામાંથી આવ્યા છે. સુરતમાં હીરા ઉદ્યોગ બંધ જેવી સ્થિતિમાં છે. આ સાથે અમદાવાદનો હીરા ઉદ્યોગ પણ બંધ જેવી સ્થિતિમાં છે તેથી મોટા ભાગના રત્નકલાકારો પરત આવી ગયા છે. હજુ પણ સ્થળાંતર શરૂ છે તેવામાં અમરેલી જિલ્લામાં સ્થિતિ વિસ્ફોટ ન બને તે માટે વહિવટી તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
Published by: Jay Mishra
First published: July 15, 2020, 1:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading