અમરેલી:બીટકોઈન મામલે CID ક્રાઇમના દરોડા,2 પોલીસકર્મીઓની ધરપકડ

 • Share this:
  બીટકોઈન તોડ મામલે LCBના 2 કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઈમની ટીમે મામલતદારની હાજરીમાં કાર્યવાહી કરી હતી.ત્યારબાદ LCB ઓફિસ અને આરોપીઓના ઘરે તપાસ શરૂ કરવામાં આવી હતી.CID ક્રાઈમ દ્વારા બાબુ ડેર અને વિજય વાઢેરની ધરપકડ કરી હતી.જેમા અમરેલી LCBના અન્ય પોલીસકર્મીઓ ફરાર થયા હોવાનું જાણવા મળ્યુ છે.

  આજકાલ ક્રિપ્ટોકરન્સીનું બજાર ઉંચકાયેલું છે..ખાસ કરીને છેલ્લા એક વર્ષમાં બિટકોઈને આખા વર્ષમાં ચર્ચા જગાવી છે.ગત વર્ષે બિટકોઈનની કિંમતમાં જે રેકોર્ડ વધારો થયો હતો તેને પગલે મોટી સંખ્યામાં લોકોએ બિટકોઈનમાં રોકાણ કરીને પૈસા બનાવ્યા હતા.બિટકોઈનની લોકપ્રિયતા વધી રહી છે.

  આ પહેલા પણ કરોડોના બીટકોઈન મામલે બિલ્ડર શૈલેષ ભટ્ટની પૂછપરછ હાથ ધરાઇ હતી.. સીઆઇડી ક્રાઇમની નિવેદનો લેવાયા હતા.છેલ્લા ઘણા સમયથી ભારતીય શેરબજાર સાથે બીટકોઈનની ચર્ચાએ જોર પકડ્યું છે.નાનાથી લઈ મોટા રોકાણકારો બીટકોઈનમાં પૈસા રોકવાની તક શોધી રહ્યા છે.
  Published by:Bhoomi Koyani
  First published: