સૌરાષ્ટ્ર BJPના આ દિગ્ગજ નેતા કાલે AAPનું ઝાડું પકડશે, જિલ્લા પંચાયતના હતા પૂર્વ પ્રમુખ

શરદ લાખાણી પરષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણીની ફાઇલ તસવીર

Amreli Sharad Lakhani to Join AAP : ઉદ્યોગપતિ અને આપ નેતા મહેશ સવાણીની હાજરીમાં આપનું ઝાડું પકડશે આ નેતા, ઘણા સમયથી હતા નારાજ

  • Share this:
    રાજન ગઢિયા, અમરેલી : રાજ્યમાં તહેવારના માહોલની વચ્ચે પણ રાજકીય પારો ગરમાયો છે. ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Election) ચૂંટણીને દોઢ વર્ષની ભલે વાર હોય પરંતુ રાજકીય સોગઠાબાજી અત્યારથી શરૂ થઈ ગઈ છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના (BJP) અમરેલીના (Amreli) દિગ્ગજ નેતા અને જિલ્લા અને જિલ્લા પંચાયતના (Jilla Panchayat Ex President) પૂર્વ પ્રમુખ શરદ લાખાણી (sharad Lakhani)  આવતીકાલે પાર્ટીનો હાથ છોડી અને આપનું (AAP) ઝાડું પકડવાના છે. આવતીકાલે બપોરે સર્કિટ હાઉસમાં તેઓ ઉદ્યોગપતિ અને આપ નેતા મહેશ સવાણીની (Mahesh Savani) હાજરીમાં આપનું ઝાડું પકડશે. મહેશ સવાણી થોડા સમય પહેલાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાની હાજરીમાં આપમાં જોડાયા હતા ત્યારબાદ તેઓ રાજકીય મોરચે સક્રિય થયા છે. અરેલી જિલ્લા પંચાયતના આ નેતા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાથી લઈને અનેક મોટા નેતાઓ સાથે કામ કરી ચુક્યા છે અને અમરેલી ભાજપના પાયાના પત્થર ગણાતા હતા.

    જોકે, છેલ્લા કેટલાક સમયથી લાખાણી નારાજ હોય તેવું જણાતું હતું. જિલ્લાના ટોચના નેતાઓ સાથેની નારાજગી હોય કે પછી અન્ય બાબત તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. આખરે તેમણે પોતાના પાર્ટીને છોડવાનું નક્કી કર્યુ છે.

    આ પણ વાંચો : સુરતના બે પાક્કા મિત્ર મીત અને ક્રીશે મરતાં મરતાં 12 વ્યક્તિને નવજીવન આપ્યું

    શરદ લાખાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. મૂળ આમ આદમી પાર્ટીનું મિશન 2022 પુરજોશમાં ચાલી રહ્યું છે. આપ એક પછી એક ભાજપ અને કૉંગ્રેસની મોટી વિકેટો ખેરવી રહ્યું છે. આપની નજર વિધાસનભાની 2022માં યોજાનારી ચૂંટણીઓ પર છે તેના ભાગરૂપે રાજ્યમાં પોલિટિકલ એન્જિનિયરીંગ કરવામાં આવી રહ્યું છે.

    શું પાટીદારોને આકર્ષી રહી છે AAP

    ઉલ્લેખનીય છે કે ગુજરાત આમ આદમી પાર્ટીમાં પ્રમુખ પદે યુવાન ગોપાલ ઈટાલિાય છે. ઈટાલિયા પાટીદાર આંદોલનમાં સક્રિય હતા અને તેમણે રાજકીય ઓળખ મેળવી હતી. ત્યારબાદ ગોપાલ ઈટાલિયાની સુરતમાં પકડ જામવા લાગી હતી. ખાસ કરીને સુરતના સૌરાષ્ટ્રવાસીઓનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારના યુવાનો ઈટાલિયા સાથે આપમાં ભળવા લાગ્યા હતા. ગોપાલ ઈટાલિયા બાદ અનેક પાટીદાર યુવકો આપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના રાજકારણમાં અને સુરતના રાજકારણમાં પ્રભુત્વ ધરાવતા પાટીદારોને શું આપ આકર્ષી રહ્યો છે કે પછી કૉંગ્રેસના વિકલ્પ તરીકે પાર્ટી આગળ વધી રહી છે તે તો સમય જ કહેશે.
    Published by:Jay Mishra
    First published: