તહેવારો ટાંકણે જ અમરેલી તાલુકાની 70થી વધુ રેશનિંગ દુકાનદારો હડતાળ પર

News18 Gujarati
Updated: September 9, 2019, 9:15 PM IST
તહેવારો ટાંકણે જ અમરેલી તાલુકાની 70થી વધુ રેશનિંગ દુકાનદારો હડતાળ પર
મિટિંગની તસવીર

પુરવઠા વિભાગ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના કર્યા આક્ષેપ સાથે અમરેલી તાલુકાના 70થી વધુ દુકાનદારો અચોક્કસ મુદતની હડતાળ પર ઊતર્યા છે.

  • Share this:
રાજન ગઢિયા, અમરેલી : અમરેલી તાલુકાના રેશનિંગ દુકાનદારો આજથી હડતાળ પર ઉતરી ગયા છે. પુરવઠા વિભાગ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના કર્યા આક્ષેપ સાથે અમરેલી તાલુકાના 70થી વધુ દુકાનદારો અચોક્કસ મુદતની હડતાળ પર ઊતર્યા છે.

અમરેલી તાલુકાના રેશનિંગ દુકાનદાર એસો.ના પ્રમુખ રમેશભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે જાન્યુઆરી માસથી અત્યાર સુધીમાં થયેલા ઓફલાઈન અનાજ વિતરણની તપાસ પુરવઠા વિભાગ દ્વારા હવે શરૂ કરવામાં આવતા5દુકાનદારો નારાજ છે અને અચોક્કસ મુદતની હડતાળ અંગે અમરેલી મામલતદાર ને આવેદનપત્ર પણ પાઠવ્યું છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ મહિલા બૂટલેગરના ત્રાસથી આધેડની પરિવાર સાથે આપઘાતની ચીમકી

આગામી દિવસોમાં સમગ્ર જીલ્લાના દુકાનદારોને હડતાળ મા જોડવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અને જરૂર પડ્યે તમામ દુકાનદારો રાજીનામા આપશે તેવી પણ ચિમકી ઉચ્ચારી છે. દશેરા અને દિવાળી ના તહેવારો નજીક છે તેવા સમયે પુરવઠા તંત્ર અને દુકાનદારો આવ્યા આમને સામને આવી જતા લોકોની મુશ્કેલી મા વધારો થશે તેમા કોઈ શંકાને સ્થાન નથી.
First published: September 9, 2019, 9:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading