અમરેલીઃ ધારીના આબરડી નજીક એક સાથે બાર સિંહો લટાર મારવા નીકળ્યું, દ્રશ્યો કેમેરામાં કેદ

લટાર મારવા નીકળેલું સિંહોનું ટોળું

અમરેલી જિલ્લાના ધારીના આંબરડી નજીક બાર સિહોનું ટોળુ જોવા મળ્યું હતું.

 • Share this:
  રાજન ગઢવી, અમરેલીઃ સામાન્ય રીતે જંગલ છોડીને સિંહ પોતાના વસવાટથી દૂર માનવ વસતી તરફ વળ્યા છે. સિંહોના ટોળા અને એકલ દોકલ સિંહ પણ માનવ વસ્તીમાં નજરે ચડતા કિસ્સાઓ છાસવાર બન્યા છે. ત્યારે સિંહોના માનવ વસતી તરફ વસવાટ કરતા સિંહોના ટોળાનો વધુ એક કિસ્સો બન્યો છે. અમરેલી જિલ્લાના ધારીના આંબરડી નજીક બાર સિહોનું ટોળુ જોવા મળ્યું હતું. મળતી માહિતી પ્રમાણે નાના નાના સિંહબાળોને લઇને સિંહણએ આંબરડી નજીક ધામા નાખ્યા છે. વહેલી સવારે જંગલમાં જતી વેળા રાહદારીઓએ સિંહના ટોળાને મોબાઇલમાં કેદ કર્યું છે.

  આ દ્રશ્યને જોઇને સિંહ પ્રેમીઓમાં ખુશીની લહેર ફેલાઇ હતી. ઉલ્લેખનીય છે કે, એક સાથે બાર સિંહો દેખા દેતા સિંહોની સંખ્યામાં વધારો થતો નજરે ચડ્યો હતો. દલખાણીયામાં 23 સિંહોના મોત બાદ ધારી વિસ્તારમાં એક સાથે મોટી સંખ્યામાં સિંહોના ટાળા જોવા મળ્યાનો અદભુત નજારો સર્જાયો હતો.

  ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલાઅમરેલીના રાજુલાના ધારેશ્વર નજીક 2 સિંહણ બે બચ્ચા સાથે દેખાઈ હતી. 2 સિંહણ સાથે બે બચ્ચા ખેતરમાં લટાર મારતા જોવા મળી હતી. સિંહણ સાથે સિંહબાળનો આ વીડિયો વાઈરલ થયો છે. ધારેશ્વર આસપાસ આવેલા વાડી વિસ્તારનો આ વીડિયો હોવાનું અનુમાન છે. ધારેશ્વર આસપાસ 2 સિંહણ અને 7 જેટલા સિંહબાળનો વસવાટ હોવાનું જાણવા મળ્યું છે. આ અગાઉ પણ ગામના બજારમાં સિંહે ગાયનો શિકાર કરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

  અન્ય એક સિંહની પજવણી કરતો વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક સિંહ સામેથી આવી રહેલો દેખાતાં કારચાલક તેની કાર ઊભી રાખીને વીડિયો ઉતારવા લાગે હતો. સિંહ કારની નજીક આવી ગયા બાદ આગળ વધી જતાં કારને રિવર્સમાં સિંહની સાથે-સાથે ચલાવવા લાગ્યો હતો.
  Published by:ankit patel
  First published: