અમરેલીઃ બગસરાના નવા વાઘણિયા ગામમાં એક કૂવામાં શ્વાન અને દીપડો પડ્યા હોવાના સમાચાર મળ્યા છે. શ્વાન પાછળ દીપડો દોડતાં ઘટનાની ઘટી છે.
વધુ વિગત જાણવા મુજબ, અમરેલીના બગસરાના નવા વાઘણિયા ગામના એક કૂવામાં શ્વાન અને દીપડો પડ્યા હતા. શ્વાનને પકડવા દીપડો એની પાછળ દોડી રહ્યો હતો. અચાનક બંને કૂવામાં ખાબક્યા હતા. માહિતીની જાણ કરાતાં વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી દીપડાને બચાવવાની કામગીરી કરી રહ્યો છે.
Published by:Sanjay Joshi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર