અમરનાથ યાત્રિકો પર આતંકી હુમલો, 7 ગુજરાતી યાત્રીકોના મોત

VINOD LEUVA | News18 Gujarati
Updated: July 11, 2017, 11:56 AM IST
અમરનાથ યાત્રિકો પર આતંકી હુમલો, 7 ગુજરાતી યાત્રીકોના મોત
આઈજીપી મુનીર ખાને જણાવ્યું હતું કે શ્રીનગર હાઈવે પર બાતેંગુ અને ખનબલ એમ બે સ્થળે ત્રાસવાદીઓએ પોલીસ પાર્ટીને નિશાન બનાવીને ગોળીબાર શરૂ કર્યો હતો. પહેલેથી છુપાઈને બેઠેલા ત્રાસવાદીઓએ રાતે સાડા આઠ વાગ્યાના સુમારે પોલીસપાર્ટીનાં વાહન પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. પોલીસ અને ત્રાસવાદીઓ વચ્ચે સામસામે ચાલી રહેલા ગોળીબારની અડફેટે યાત્રી બસ આવી જતાં ભારે ખુવારી સર્જાઈ હતી. બે યાત્રીનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં જ્યાર પાંચ યાત્રીનાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં હતાં. ગુજરાતી હસીબેન અને પ્રદીપ પટેલ ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ હતા. ત્રાસવાદીઓ અને પોલીસ વચ્ચે ચાલી રહેલી અથડામણ દરમિયાન વધારાની સુરક્ષા કુમક પણ પહોંચી ચૂકી હતી
VINOD LEUVA | News18 Gujarati
Updated: July 11, 2017, 11:56 AM IST
નવી દિલ્હીઃ જમ્મુ-કશ્મીરનાં અનંતનાગમાં અમરનાથ યાત્રાળુઓની બસ પર આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં 7 યાત્રાળુઓનાં મોત થયા છે. આતંકવાદીઓએ યાત્રિઓ પર જ હુમલો નથી કર્યો પરંતુ પોલીસને પણ નિશાન બનાવી છે. આતંકવાદીઓએ આ હુમલો રાત્રે 8-20 કલાકે બાઇક પર આવી બસ પર હુમલો કર્યો હતો. અનંતનાગથી આગળ શ્રીનગર-જમ્મુ હાઈ-વે પર આતંકવાદીઓએ પોલીસ પર ઘાત લગાવીને આડેધડ ગોળીબાર કર્યો. બે પ્રવાસીઓનું ઘટનાસ્થળે જ મોત થયું જ્યારે 5 લોકોને હોસ્પિટલ લઈ જતા સમયે મોત થયાં હતા

attack1આઈજીપી મુનીર ખાને જણાવ્યું હતું કે શ્રીનગર હાઈવે પર બાતેંગુ અને ખનબલ એમ બે સ્થળે ત્રાસવાદીઓએ પોલીસ પાર્ટીને નિશાન બનાવીને ગોળીબાર શરૂ કર્યો હતો. પહેલેથી છુપાઈને બેઠેલા ત્રાસવાદીઓએ રાતે સાડા આઠ વાગ્યાના સુમારે પોલીસપાર્ટીનાં વાહન પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. પોલીસ અને ત્રાસવાદીઓ વચ્ચે સામસામે ચાલી રહેલા ગોળીબારની અડફેટે યાત્રી બસ આવી જતાં ભારે ખુવારી સર્જાઈ હતી. બે યાત્રીનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં જ્યાર પાંચ યાત્રીનાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં હતાં. ગુજરાતી હસીબેન અને પ્રદીપ પટેલ ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ હતા. ત્રાસવાદીઓ અને પોલીસ વચ્ચે ચાલી રહેલી અથડામણ દરમિયાન વધારાની સુરક્ષા કુમક પણ પહોંચી ચૂકી હતી

attack_pmtweet1

attack_pmtweet

આ  હુમલા બાદ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી ચે. જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરી દવામાં આવ્યો છે. જે બસ પર હુમલો કરવામાં આવ્યો હતો તે બસ રજિર્સ્ટડ કરવામાં આવી નહોતી

ગુજરાતનાં CM વિજય રૂપાણીએ આતંકી હુમલાને લઇને સખત ટીકા પણ કરી અને કહ્યું કે ઘાયલોની સારવાર માટે ગુજરાત સરકાર લશ્કર અને કાશ્મીર સરકાર સાથે સતત સંપર્કમાં જ છે. જે યાત્રાળુઓના મોત થયા છે તેમનાં પાર્થિવદેહને એરફોર્સના વિમાન દ્વારા લવાશે. તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.

attack_amarnath

ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રા દરમિયાન આતંકવાદી હૂમલોનાં મુદ્દે ઘણા લેવલમાં સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. એક એક યાત્રીની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. પછી આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓને ટાર્ગેટ કરી કેવા હૂમલો કર્યો એ એક મોટો સવાલ છે. કેન્દ્ર સરકાર તરફતી આ વખતે શ્રદ્ધાળુઓની સુરક્ષા મુદ્રે વધારે સુરક્ષા દળો પણ ગોઠવવામાં આવ્યા હતા.
First published: July 11, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर