અમદાવાદ : માથું અને આંગળી વગરની ટૂકડે ટૂકડા કરાયેલી લાશની ઓળખ થઈ

અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી પોલીસે હત્યાના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી, લાશ અમદાવાદના ગોમતીપુરના યુવકની હોવાનો ખુલાસો

News18 Gujarati
Updated: November 9, 2019, 8:25 AM IST
અમદાવાદ : માથું અને આંગળી વગરની ટૂકડે ટૂકડા કરાયેલી લાશની ઓળખ થઈ
પોલીસ તપાસમાં આ લાશન લાશ ગોમતીપુરના શાકીર મલેકની હોવાનું તપાસમાં સામે આવ્યું હતું
News18 Gujarati
Updated: November 9, 2019, 8:25 AM IST
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ અમદાવાદ (Ahmedabad) નજીક આવેલા અસલાલીથી (aslali) હાથીજણ તરફ જવાના રોડ પરથી એકાદ અઠવાડિયા પહેલા એક લાશ (DeadBody) મળી આવી હતી. જોકે, લાશનું માથું (Head) અને આંગળીઓ (Fingers) ગાયબ (Missing) હોવાથી પોલીસ (Police) પણ ચોંકી ઉઠી હતી કે આ તે કેવી ક્રુરતાથી હત્યા કરાઈ હશે! જોકે, ગ્રામ્ય એલ.સી.બીએ (Rural LCB Police)એ શહેરભરમાં તથા આસપાસના વિસ્તારોમાં ગુમ થયા હોય તેવા લોકોની માહિતીઓ એકત્ર કરી તપાસ હાથ ધરી હતી. તેવામાં પોલીસ તપાસમાં આ મૃતક (Dead) ગોમતીપુરનો (Gomatipur) હોવાનું સામે આવતા ગોમતીપુર પોલીસ (Gomatipur Police) સાથે મળી હત્યાનો ભેદ ઉકેલ્યો છે.

બનાવની વિગત એવી હતી કે અમદાવાદના અસલાલીથી હાથીજણ તરફના રીંગ રોડ પર શ્યામ આઇકોન નામનું બિલ્ડીંગ આવેલું છે. ગતરવિવારે સવારે પાંચ વાગ્યે અહીં એક ચાની કિટલી ધરાવતા વ્યક્તિએ પોતાની કિટલી ચાલુ કરી હતી. તેની કિટલીની બિલકુલ સામે જ એક મોટો કોથળો પડ્યો હતો. તેને શંકા જતા તેણે તે કોથળા બાબતે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો પણ બાદમાં તે તેના ધંધાના કામમાં વ્યસ્ત થઇ ગયો.

આ પણ વાંચો : અમદાવાદના વેપારીને હનીટ્રેપમાં ફસાવી યુવતી રિસોર્ટમાં લઈ ગઈ અને...

ગણતરીના સમયમાં જ તિવ્ર વાસ આવતા તેણે તપાસ કરી તો કોઇ બોડી જેવું કાંઇક હોય તેવું લાગતુ હતુ. જેથી તેણે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી. પોલીસે ત્યાં પહોંચીને તપાસ કરી તો પગ, ગુદાનો ભાગ, સાંથળ જેવા અનેક શરીરના ભાગો કોથળીમાં બંધ પડ્યા હતા. જેથી પોલીસે તપાસ કરી તો હત્યા થઇ હોવાની શંકા લાગી. માથું કાપેલી ટૂકડે ટૂકડા થયેલી લાશ મામલે પોલીસે તપાસ કરી તો તે લાશ ગોમતીપુરના શાકીર મલેકની હોવાનું તપાસમાં સામે આવ્યું હતું અને તેની હત્યા કરનારા સુધી એલસીબી પહોંચી હતી.

પોલીસે હત્યા કરનાર એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે પોલીસ સૂત્રોનું માનીએ તો આ હત્યા રૂપિયાની લેતી દેતિમાં કરાઇ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

 
First published: November 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...