Home /News /kutchh-saurastra /Kutch: યુનિવર્સિટીના કોમર્સ વિભાગના ડીનનો મોડી રાત સુધી ઘેરાવ, છાત્રોની માંગણી સંતોષાયા બાદ જવા દેવાયા
Kutch: યુનિવર્સિટીના કોમર્સ વિભાગના ડીનનો મોડી રાત સુધી ઘેરાવ, છાત્રોની માંગણી સંતોષાયા બાદ જવા દેવાયા
12 વાગ્યા સુધી વિદ્યાર્થીઓએ ડીનને ઘરે જવા ન દીધા
કચ્છ યુનિવર્સિટીમાં કોમર્સ વિભાગનાં અનેક પ્રશ્નોને લઇ એબીવીપીએ ડીનો ઘેરાવા કર્યો હતો. બપોરથી લઇ રાત્રીનાં 12 વાગ્યા સુધી ડીને જવા દેવામાં આવ્યાં ન હતાં. વિદ્યાર્થીઓની માંગણીઓ સંતોષા ડીન રાત્રે જઇ શક્યાં હતાં.
Dhairya Gajara, Kutch: વિદ્યાર્થીઓ ધારે તો શું ન કરી શકે તેનો એક શક્તિશાળી ઉદાહરણ સોમવારે કચ્છના વિદ્યાર્થીઓએ દર્શાવ્યો હતો. કોમર્સ વિભાગ વિરુદ્ધ અનેક ફરિયાદો લઈને ડીન પાસે પહોંચેલા વિદ્યાર્થીઓએ બપોરથી રાત સુધી ડીન સમક્ષ રજૂઆત કરી હતી અને મધરાત સુધી ડીનને તેમની ચેમ્બરમાં બેસાડી રાખી લેખિત આશ્વાસન મેળવ્યા બાદ જ તેમને જવા દેવામાં આવ્યાં હતા.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ કોમર્સ વિભાગના અનેક પ્રશ્નોને લઈને પગલાં ભરવા માંગ કરી હતી. દિશામાં પગલાં લેવા મુદ્દે લેખિતમાં ડીન પાસેથી મેળવ્યા બાદ રાત્રે લગભગ 12 વાગ્યે ડીન અને વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાંથી છુટ્ટા પડ્યા હતા.
બપોરે યુનિવર્સિટી દ્વારા રિઝલ્ટ જાહેર કરવા આવ્યો હતો
વિવાદો વચ્ચે સંપડાયેલી રહેતી કચ્છ યુનિવર્સિટીમાં લાંબા સમયથી ચાલ્યા આવતા PhDની પ્રવેશ પરીક્ષા મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠને ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવા રજૂઆત કરી હતી. છેલ્લા બે વર્ષથી અટકેલી પરીક્ષા આ વર્ષે લેવાયા બાદ ફાઇનલ રિઝલ્ટ જાહેર થાય તે પહેલાં ફરી વિવાદ ઊભો થતાં વિદ્યાર્થી પરિષદે તાત્કાલિક રિઝલ્ટ જાહેર કરવા માંગ કરી હતી અને તેમની રજૂઆત થકી બપોરે યુનિવર્સિટી દ્વારા રિઝલ્ટ જાહેર કરવા આવ્યો હતો.
MComમાં અર્થશાસ્ત્ર વિષય ન ભણાવવામાં આવતો નથી
PhDનું રિઝલ્ટ જાહેર થયા બાદ વિદ્યાર્થી પરિષદ કોમર્સ વિભાગના ડીન પાસે પહોંચ્યો હતો અને છેલ્લા સાત વર્ષથી MComમાં અર્થશાસ્ત્ર વિષય ન ભણાવવામાં આવતો હોવાની રજૂઆત કરી અર્થશાસ્ત્રનો અભ્યાસ ફરી શરૂ કરવા માંગ કરી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠનના વિભાગ સંયોજક શિવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ડીન પી.એસ. રામાણીએ કોઈ સહકાર ન આપતા વિદ્યાર્થીઓ ત્યાં જ ધારણા પર બેઠા હતા. અનેક કલાકો સુધી ભૂખ્યા અને તરસ્યા રહ્યા બાદ યુનિવર્સિટીના કુલપતિ મામલો શાંત પાડવા ખાસ સાંજે યુનિવર્સિટી આવ્યા હતા અને તેમની સાથે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પ્રોફેસરને બદલવા માંગ કરી હતી
કુલપતિ સાથેની મુલાકાત બાદ વિદ્યાર્થી પરિષદના છાત્રો ફરી ડીનની ચેમ્બર ખાતે પહોંચી છેલ્લા સાત વર્ષમાં છાત્રોને ઇકોનોમિકસ વિષય ન ભણાવ્યું હોવાના કારણે થયેલી મુશ્કેલીઓ અને તેના હળ વિશે રજૂઆત કરી હતી અને તે મુદ્દે પગલાં ભરવા લેખિતમાં ખાતરી આપવા માંગ કરી હતી. તો સાથે જ કોમર્સ વિભાગના એક પ્રોફેસર દ્વારા ગુજરાતી માધ્યમમાં પણ વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં અભ્યાસ કરાવવા મુદ્દે ફરિયાદ કરી તે પ્રોફેસરને બદલવા માંગ કરી હતી.
વિદ્યાર્થીઓએ ડીનને ચા પિવડાવી હતી
આ બધી રજૂઆતો મોડી રાત સુધી ડીનની ચેમ્બરમાં ચાલી હતી અને બપોરથી ભૂખ્યા, તરસ્યા વિદ્યાર્થીઓને ભોજન કરાવવાની બદલે વિદ્યાર્થીઓએ ડીનને ચા પિવડાવી હતી. રાત્રે 11.30 બાદ ડીન દ્વારા બન્ને મુદ્દા પર લેખિતમાં આશ્વાસન આપવાની વાત સ્વીકારતા વિદ્યાર્થીઓએ લેખિત આશ્વાસન મેળવ્યા બાદ જ લગભગ 12 વાગ્યે વિદ્યાર્થીઓ અને ડીન યુનિવર્સિટીમાંથી નીકળ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર