Home /News /kutchh-saurastra /મોરબીઃ માળીયા મિંયાણામાં 51 વર્ષના શિક્ષકનું શાળામાં જ હાર્ટ એટેક આવતા મોત થયું
મોરબીઃ માળીયા મિંયાણામાં 51 વર્ષના શિક્ષકનું શાળામાં જ હાર્ટ એટેક આવતા મોત થયું
મોરબીમાં ચાલુ શાળાએ શિક્ષકને હાર્ટ એટેક આવતા મોત થયું
Morbi Teacher Heart Attack: મોરબીના માળીયા મિંયાણામાં 51 વર્ષના શિક્ષકને શાળામાં જ બપોરના સમયે હાર્ટ એટેક આવતા મોત થઈ ગયું છે. શિક્ષકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો. સાથી શિક્ષકગણમાં આ બનાવને લઈને ભારે આઘાત લાગ્યો છે.
મોરબીઃ મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના મહેન્દ્રગઢ ગામમાં શિક્ષકને ચાલુ વર્ગમાં હાર્ટ એટેક આવતા જીવ ગુમાવ્યો છે. ગુરુવારે શિક્ષક શાળામાં હતા ત્યારે બપોરના સમયે તેમને અચાનક હાર્ટ એટેક આવી જતા મોત થઈ ગયું છે. આ બનાવ બાદ સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શિક્ષકોના વર્તૂળમાં ભારે શોકનો માહોલ છે. તેમની સાથે ફરજ બજાવતા કર્મચારીઓને આ ઘટનાથી ભારે આઘાત લાગ્યો છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
51 વર્ષના શિક્ષકે શાળામાં જ લીધા અંતિમ શ્વાસ!
51 વર્ષના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક જગદીશભાઈ ખીમજીભાઈ બાવરવા ગુરુવારે બપોરે જ્યારે શાળામાં હતા ત્યારે તેમને દોઢ વાગ્યે છાતીમાં અચાનક દુઃખાવો શરુ થયો હતો, આ દુઃખાવો થયા બાદ તેમને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હાજર ડૉક્ટરોએ તેમનું મોત થઈ ગઈ ગયું હોવાનું જણાવ્યું હતું. શિક્ષક જગદીશભાઈ અચાનક આવેલા હાર્ટ એટેક બાદ તેમનો જીવ બચાવી શકાયો નહોતો.
આ બનાવ બાદ તેમની સાથે કામ કરતા અન્ય સ્ટાફને ભારે આંચકો લાગ્યો હતો, જ્યારે વિદ્યાર્થીઓને પણ આ ઘટનાથી ભારે આઘાત લાગ્યો છે. માળીયા મિંયાણામાં શિક્ષકના મોતની ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મૃતક શિક્ષકની તપાસ માટે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અગાઉ પણ સૌરાષ્ટ્રમાં બની છે હાર્ટ એટેકની ઘટનાઓ
રાજકોટમાં વિદ્યાર્થિની સિવાય ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા ગયા પછી હાર્ટ એટેકની ઘટનાએ લોકોને હચમચાવી મૂક્યા હતા. રાજકોટમાં બનેલી ઘટનામાં ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત થયાની ઘટનાએ લોકોને ભારે આંચકો આપ્યો હતો. આ પછી શાળામાં ગરમ કપડા પહેરવાના મુદ્દો પણ ચગ્યો હતો. ભારે ઠંડીના કારણે ઉંમરવાળી વ્યક્તિના શરીર પર તેની ગંભીર અસર પડતી હોવાનું એક્સપર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું, ઠંડી દરમિયાન વધુ ઉંમરવાળી વ્યક્તિને વોકિંગ કે સાઈકલિંગ માટે બહાર ના નીકળવા માટે જણાવવામાં આવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર