મોરબી: પોલીસનો બાહુબલી અવતાર, પાણીમાં ફસાયેલા બાળકોને ખભે રાખી રેસ્ક્યૂ કર્યુ

News18 Gujarati
Updated: August 11, 2019, 7:51 AM IST
મોરબી: પોલીસનો બાહુબલી અવતાર, પાણીમાં ફસાયેલા બાળકોને ખભે રાખી રેસ્ક્યૂ કર્યુ
પોલીસ જવાન જાડેજાએ બાળકોને જીવના જોખમે બચાવ્યા હતા.

ટંકારાના કલ્યાણપુર ગામે 43 લોકોને બચાવાયા, પોલીસે તરવૈયા સાથે કર્યુ રેસ્ક્યૂ

  • Share this:
અતુલ જોષી, મોરબી : ટંકારાના કલ્યાણપુર ગામે પાણીમાં ફસાયેલા લોકોને પોલીસે રેસ્ક્યૂ કર્યા છે. પોલીસ તરવૈયા સાથે રેસ્ક્યૂમાં જોડાઈ અને દિલધડક ઑપરેશન કર્યુ હતું. પોલીસના જવાને ખભા પર બાળકોને લઈને પાણીના ધસમસતા વહેણમાં બાળકોને બચાવ્યા હતા. પ્રાપ્ત અહેવાલો મુજબ ટંકારાના કલ્યાણપુર ગામે 43 લોકો પાણીમાં ફસાયા હતા. દરમિયાન ગામના લોકોને બચાવા માટે થયેલા રેસ્ક્યૂમાં પોલીસ પણ જોતરાઈ ગઈ હતી અને ગ્રામજનોને મોતના મુખમાંથી બચાવ્યા હતા.

રેસ્ક્યૂ કરતા પોલીસનો વીડિયો વાયરલ થયો છે. કોન્સ્ટેબલ પૃથ્થવીરાજસિંહ જાડેજાએ સ્થાનિક તરવૈયાની મદદથી બાળકોને બચાવ્યા હતા. સવારથી મોરબી જિલ્લામાં મેઘમહેર જામી છે. જિલ્લા પોલીસે અત્યંત સરાહનીય ભૂમિકા ભજવતા કલ્યાણપુર વિસ્તારમાં 43 લોકો ફસાયા હતા તેમાં જિલ્લા પોલીસ વડા ડૉ.કરણરાજ વાઘેલાના નેજા હેઠળ રેસ્ક્યૂમાં પોલીસ પણ જોતરાઈ હતી.

આ પણ વાંચો :  રાજકોટમાં બપોર સુધીમાં 6 ઇંચ વરસાદ, સુરેન્દ્રનગરનું ગામ સંપર્ક વિહોણુ

આ વીડિયો બાદ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાની સરાહનીય કામગીરીની ચોમેર પ્રસંશા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં વડોદરામાં આવેલા વિનાશક પૂરમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટ ચાવડા 'વસુદેવ' બન્યા હતા. તેમણે એક 18 મહિનાની બાળકીને ટોપલામાં મૂકીને પાણીના ધસમસતા વહેણમાંથી બહાર કાઢી રેસ્ક્યૂ કર્યુ હતું. ગુજરાત પોલીસે પૂરમાં બજાવેલી કામગીરીની પ્રસંશા સોશિયલ મીડિયા પર પણ ખૂબ થઈ હતી.
First published: August 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...