દરિયાઈ જીવસૃષ્ટિ (Marine Ecology) વૈવિધ્યતાથી ભરપુર છે. પણ આ વૈવિધ્યતામાં માત્ર એક જ જીવ એવો છે જે સંપૂર્ણરીતે શાકાહારી છે. ડુગોંગ (Dugong) નામનું આ દરિયાઈ જીવ લુપ્ત થતી પ્રજાતિમાં હોવાથી અતિ દુર્લભ માનવામાં આવે છે.
Gulf of Kutch: દરિયાઈ જીવસૃષ્ટિ (Marine Ecology) વૈવિધ્યતાથી ભરપુર છે. પણ આ વૈવિધ્યતામાં માત્ર એક જ જીવ એવો છે જે સંપૂર્ણરીતે શાકાહારી છે. ડુગોંગ (Dugong) નામનું આ દરિયાઈ જીવ લુપ્ત થતી પ્રજાતિમાં હોવાથી અતિ દુર્લભ માનવામાં આવે છે. આ દરિયાઈ ગાયની વસતી ભારતમાં (Dugong in India) ખૂબ જ ઓછી છે ત્યારે સરકાર દ્વારા પણ તેના સંવર્ધન માટે અનેક પ્રયત્નો થઇ રહ્યા છે. તેવામાં ગુજરાતમાં પ્રથમ વખત ડુગોંગનું (Dugong in Gujarat) અસ્તિત્વ કેમેરામાં કેદ થયું છે. કચ્છના અખાતમાંઆ જીવ પર સંશોધન કરતા નિષ્ણાંતોને (Marine Researchers) ભારે મહેનત બાદ આ દુર્લભ તસવીરો હાથે લાગી છે.
ડુગોંગ એકમાત્ર શાકાહારી દરિયાઈ સસ્તન પ્રાણી છે જે દરિયાઈ ઘાસ પર સંપૂર્ણપણે નિર્ભર છે. અતિશય માછીમારીના દબાણ અને અન્ય દરિયાકાંઠા વિકાસલક્ષી પ્રવૃત્તિઓના પરિણામે ભારતમાં દરિયાઈ ઘાસના રહેઠાણોનું અધપતન થઈ રહ્યું છે. અને તે કારણે ડુગોંગની વસ્તી ઘટી રહી છે. ડુગોંગ અનુસૂચિ યાદી 1, વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ 1972 હેઠળ સુરક્ષિત છે. દરિયાઈ વસવાટો ખાસ કરીને દરિયાઇ ઘાસની જીવસૃષ્ટિ જાળવવામાં ડુગોંગ મૂળભૂત ઇકોલોજી ભૂમિકા ભજવે છે.
2016થી વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ભારતમાં CAMPA અને MoEFCC ના સંકલિત સહભાગી અભિગમ દ્વારા આ દુર્લભ દરિયાઈ ગાય પ્રજાતિઓ અને તેના રહેઠાણને બચાવવા માટે ભારતીય દરિયાકાંઠે અંદમાન અને નિકોબાર ટાપુઓ, તમિલનાડુના મુન્નાર અને પાલ્ક ખાડીના અખાત તેમજ ગુજરાતમાં કચ્છના અખાતમાં કામગીરી કરી રહી છે. હાલમાં લગભગ 200 જીવિત ડુગોંગ ભારતમાં હોવાની શક્યતા છે, જેમાંથી ગુજરાતના દરિયાકાંઠે ડુગોંગની વસ્તી ખૂબ ઓછી છે.
ગુજરાત વન વિભાગના સક્રિય સહયોગથી વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ડૉ. જે.એ. જોનસન અને પોંડિચેરી યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. કે. શિવકુમારના માર્ગદર્શન હેઠળ સંશોધકો સમીહા પઠાણ, સાગર રાજપુરકર, શિવાની પટેલ, પ્રાચી હટકર, જેમ ક્રીશિયન અને ઉઝૈર કુરેશી ડુંગરની બાયોલોજીને સમજવા તેના રહેઠાણ અને મોનીટર કરવા અને કચ્છના અખાતમાં આ નોંધપાત્ર પ્રજાતિના સંરક્ષણ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવા વગેરે કામગીરી કરે છે. ભૂતકાળમાં સંશોધકોને કચ્છના અખાતના કેટલાક સંરક્ષિત ભાગોમાંડુગોંગના ફીડિંગ ટ્રેલ્સ દ્વારા તેમના પરોક્ષ પુરાવા મળ્યા છે. તેમજ 2018માં મૃત ડુગોંગ સ્ટ્રેન્ડિંગથી તેમના અસ્તિત્વની પુષ્ટિ થઈ હતી. તદુપરાંત માછીમારોના સર્વેથી આ વિસ્તારમાં ડુગોંગ જોવામાં આવે છે તેની જાણ મળતી. પરંતુ આ પહેલા ગુજરાતના દરિયાકાંઠેથી જીવિત ડુગોંગના કોઈ ફોટોગ્રાફી પુરાવા મળ્યા ન હતા.
સંશોધક સાગર રાજપૂરકરે તાજેતરના સર્વે દરમિયાન કચ્છના અખાતમાં જીવિત ડુગોંગનું તેના કુદરતી વસવાટમાં ગુજરાત વન વિભાગના સહયોગથી પ્રથમવાર ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી રેકોર્ડિંગ કર્યું હતું. આ એરિયલ ડ્રોન તસવીરો ડુગોંગ વસ્તીની હિલચાલ અને ઇકોલોજી સમજવામાં તેમજ કચ્છના અખાતમાં ડુગોંગના આવાસ અને તેના વસ્તીનું કદ જાણવા મેનેજમેન્ટ એક્શન પ્લાન બનાવવામાં મદદરૂપ બનશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર