ગુજરાત ATS અને DRIને મળી મોટી સફળતા, 5000 કરોડથી પણ વધુનું ડ્રગ્સ ઝડપાયાની આશંકા

Gujarat Drugs: આ વખતે ઝડપાયેલું હેરોઇન પણ પાવડરની આડમાં લાવવામાં આવતુ હતુ. આ ડ્રગ્સ એકદમ પ્યોર ફોર્મમાં છે.

Gujarat Drugs: આ વખતે ઝડપાયેલું હેરોઇન પણ પાવડરની આડમાં લાવવામાં આવતુ હતુ. આ ડ્રગ્સ એકદમ પ્યોર ફોર્મમાં છે.

    અમદાવાદ: ગુજરાતમાંથી (Drugs seized from kandla Port) વધુ એકવાર ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપાયો છે. ગુજરાત એટીએસ અને ડીઆરઆઈના સંયુક્ત ઓપરેશ દ્વારા 5 હજાર કરોડથી વધુના ડ્રગ્સને ઝડપી પાડવામાં સફળતા મળી છે. કંડલામાંથી માલવાહક જહાજમાંથી 300 કિલો જેટલું હેરોઇન ડ્રગ્સ ઝડપાયાની સત્તાવાર સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે .

    આ ડ્રગ્સ અફઘાનિસ્તાનથી આવતુ હોવાનું આશંકા દર્શાવવામાં આવી છે. આ ડ્રગ્સની કિંમતમાં હજી પણ વધારો થવાની શક્યતા છે. આ ડ્રગ્સની કિંમત 5000 કરોડથી વધુ થવાની શક્યતા છે. હાલ અન્ય કન્ટેનર્સની પણ તપાસ કરવામા આવી રહી છે. આ વખતે ઝડપાયેલું હેરોઇન પણ પાવડરની આડમાં લાવવામાં આવતુ હતુ. આ ડ્રગ્સ એકદમ પ્યોર ફોર્મમાં છે.

    આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાત એટીએસને આ ડ્રગ્સ અંગેની માહિતી મળી હતી જે બાદ તેની પર ડીઆરઆઈએ કાર્યવાહી કરી હતી. જેમાં એક કન્ટેનરમાં 300 કિલો ડ્રગ્સ હતુ. જેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત જોઇએ તો એક કિલો ડ્રગ્સ 6થી 8 કરોડની કિંમત હોય છે. એટલે જો 300 કરોડની ડ્રગ્સની વાત કરીએ તો 1800થી 2000 હજાર કરોડની આસપાસનું ડ્રગ્સ ઝડપાઇ ચૂક્યું છે.

    આ પણ વાંચો - આસામના આ વ્યક્તિની ફરિયાદને કારણે જીજ્ઞેશ મેવાણીની થઇ ધરપકડ, જાણો આખો મામલો

    એજન્સીઓને શક છે કે, આવું એક જ કન્ટેનર નહીં પરંતુ વધુ કન્ટેનર પણ હોય શકે છે. જેમાં આ કન્ટેનરની પણ તપાસ થઇ રહી છે. સામાન્ય રીતે રો ડ્રગ્સ પાકિસ્તાનમાં તૈયાર થતુ હોય છે પરંતુ તેને અફઘાનિસ્તાન અને ઇરાનના મારફતે ભારત લાવવામાં આવતુ હોય છે.

    આ પણ વાંચો - UKના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને લીધી ગાંધી આશ્રમની મુલાકાત, ઉત્સુકતાથી ચરખો ચલાવતા શીખ્યા, જુઓ Video

    જે બાદ તેને બીજા દેશમાં મોકલવામાં આવતુ હોય છે. આ પહેલા પણ ઝડપાયેલા ડ્રગ્સના મોટા જથ્થાને પણ આ રીતે જ લાવાવમાં આવ્યુ હતુ.



    તેની ખપત ભારતમાં થવાની ન હતી. તેને અન્ય દેશોમાં મોકલવાનું હતુ. આ ડ્રગ્સ ક્યાં અને કોણે મોકલ્યું હતુ તે અંગેની તપાસ ચાલી રહી છે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો