જૂનાગઢ: પ્રવર્તમાન ગુજરાત રાજ્ય સરકાર (Goverment Of Gujarat) ના સુશાસનને પાંચ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં ચાલી રહેલ લોકહિતના સેવા યજ્ઞમાં ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓ સહિત જૂનાગઢ (Junagadh) જિલ્લામાં તા.1 ઓગસ્ટ થી 9 ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં આ ઉજવણી કાર્યક્રમના છઠ્ઠા દિવસે એટલે કે આજરોજ તા.06 ઓગસ્ટ, 2021 ના રોજ ‘યુવા શક્તિ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી, જે નિમિત્તે યુવાનોને રોજગાર એનાયત પત્ર (Appointment lette ) વિતરણ કરવામાં આવ્યા હતાં.
739 યુવાનોને આપવામાં આવ્યા નિમણૂક પત્ર
જૂનાગઢ શહેરના ટાઉન હોલ ખાતે યોજાયેલ ‘યુવા શક્તિ દિવસ’ ની ઉજવણી કાર્યક્રમમાં આરોગ્ય અને પરીવાર કલ્યાણ રાજ્યમંત્રી કિશોરભાઇ કાનાણીના અધ્યક્ષ સ્થાને યુવા શક્તિ દિન નિમિત્તે રોજગાર એનાયત પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો. જેમાં 739 યુવા ભાઈઓ-બહેનોને એકજ દિવસે નિમણૂક પત્રો આપીને રોજગાર એનાયત પત્ર વિતરણ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત શિક્ષણ વિભાગમાં 21, કૃષિ સહકાર વિભાગ 03, નાણા વિભાગ 01, ઉદ્યોગ વિભાગ 01, મહાનગરપાલીકા 40, કૃષિ યૂનિ. 30, આઇ.ટી.આઇમાં નિમણૂંક માટે પસંદ થયેલ 05, એપ્રેન્ટીશીપ 150 તેમજ રોજગાર કમીટી દ્વારા ઓનલાઇન ભરતી મેળામાં પસંદગી પામેલા 350 અને 140 જેટલા સ્ટાફ નર્સને રોજગાર નિમણૂક પત્ર અપાયા હતા.
‘યુવા શક્તિ દિવસ’ ની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ રોજગાર એનાયત પત્ર વિતરણ કાર્યક્રમમાં આ તકે આરોગ્ય અને પરીવાર કલ્યાણ રાજ્યમંત્રી કિશોરભાઇ કાનાણી, જૂનાગઢ કમિશ્નર તન્ના , કલેકટર રચિત રાજ , જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ , મેયર ધીરુભાઈ ગોહેલ, સ્થાયી સમિતિના ચેરમેન રાકેશભાઈ ધૂલેશિયા, જૂનાગઢ આઇટીઆઇ ના પ્રિન્સિપાલ ભટ્ટી , મેંદરડા આઇટીઆઇ ના પ્રિન્સિપાલ પાનસોરા સહિતના અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી, આ ઉપરાંત આ કાર્યક્રમમાં અનેક યુવાનોએ હાજરી આપીને કાર્યક્રમને દિપાવ્યો હતો.
કોરોનાની ત્રીજી લહેર માટે સરકારે બનાવ્યો માસ્ટર પ્લાન: કિશોર કાનાણી
આ તકે સંભવિત કોરોના(Cororna)ની ત્રીજી લહેર અંગે વાત કરતાં રાજ્યમંત્રી કિશોરભાઇ કાનાણી(Kishor kanani )એ જણાવ્યું કે, પહેલી અને બીજી લહેરમાં ગુજરાત સરકારને થયેલા અનુભવથી ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવા સરકાર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે, ઑક્સીજન પ્લાન્ટ, બેડ ની સંખ્યામાં અને સ્ટાફમાં વધારો થાય તે તમામ બાબતોને ધ્યાનમાં લેવાશે. સરકારની કામગીરી, સરકારનું આયોજન અને લોકોની જાગૃતિ થકી જ કોરોના સામે વિજય મેળવી શકાશે.
‘યુવા શક્તિ દિવસ’ ની ઉજવણીના ભાગરૂપે જો ગુજરાત રાજ્યની વાત કરીએ તો, રાજ્યભરમાં કુલ 52 જગ્યાએ મેગા જોબ ફેર અને નિમણૂક પત્રોના વિતરણ અંગેના કાર્યક્રમો યોજાયા. કોરોનાના કપરા કાળમાં સામાન્ય વહીવટી વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ સહિત અન્ય સરકારી વિભાગોમાં શિક્ષણ સહાયક, નર્સ જેવા વિવિધ સંવર્ગમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી તેમજ બોર્ડ-કોર્પોરેશનો તથા ખાનગી ક્ષેત્રોમાં મહત્તમરોજગારી આપવા પસંદગી પામેલા અંદાજે 62 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત રોજગાર દાતા અને રોજગાર વાચ્છુ વચ્ચે ડિજિટલ સેતુ સ્વરૂપે અનુબંધન રોજગાર પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો.