19મી ઓક્ટોબર ના રોજ ઈદ-એ-મિલાદ ઉન્નબી (Eid-e-Milad Unnabi) અને મહમદ પયગંબર સાહેબના જન્મદિનની ઉજવણી જૂનાગઢના મુસ્લિમ યુવાનોએ (Youth) કઈંક અનોખી રીતે કરી. , તમે પણ જુઓ વિડીયો...
જૂનાગઢ: આજરોજ તા.19મી ઓક્ટોબર ના રોજ ઈદ-એ-મિલાદ ઉન્નબી (Eid-e-Milad Unnabi) અને મહમદ પયગંબર સાહેબના જન્મદિનની ઉજવણી જૂનાગઢના મુસ્લિમ યુવાનોએ (Youth) કઈંક અનોખી રીતે કરી. જે ઉજવણીના ભાગરૂપે મુસ્લિમ યુવાનોએ જૂનાગઢની સિવિલ હોસ્પિટલ (Civil Hospital Junagadh) ખાતે જઈને અહીં દાખલ થયેલ મહિલા અને બાળ દર્દીઓને ખાદ્યવસ્તુઓની કીટ અને ફળોનું વિતરણ (Distribution) કર્યું હતું.
જૂનાગઢમાં ઈદ-એ-મિલાદ ઉન્નબીની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ શહેરમાં રહેતાં દસ જેટલાં સેવાભાવી યુવાનોએ ઈદના તહેવારની ખુશીઓ અનેક લોકો સાથે વહેંચવા અનોખી ઉજવણી કરી હતી. જે ઉજવણીના ભાગરૂપે મુસ્લિમ યુવાનોએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે જઈને, ત્યાં જનાના વોર્ડમાં દાખલ મહિલાઓ અને બાળરોગ વિભાગમાં દાખલ થઈને સારવાર લઈ રહેલાં બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બિસ્કિટ, ખારી, ફળ, દૂધ વગેરે જેવી ખાદ્યવસ્તુઓનો સમાવેશ કરતી અંદાજીત 151 જેટલી કીટનું વિતરણ કરીને જૂનાગઢના સેવાભાવી યુવાનોને અઢળક આશીર્વાદ પ્રાપ્ત થયાં હતા. યુવાનોએ અલ્લાહને પ્રાર્થના કરતાં જણાવ્યું કે, જલ્દીથી જલ્દી કોરોના મહામારીનો અંત આવે અને સમગ્ર ભારત દેશ અને સંપૂર્ણ વિશ્વ નિરોગી અને સ્વસ્થ રહે તે માટે પ્રાર્થના કરી હતી.