વંથલી તાલુકાનાં રવની ગામમાં રાત્રીનાં ગોળી મારી યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાનાં સીસીટીવી સામે આવ્યાં છે. યુવાનનું મોત ન થયું ત્યાં સુધી હત્યારાઓ ત્યાં જ ઉભા રહ્યાં હતાં.
Ashish Parmar, Junagadh: જૂનાગઢના વંથલી તાલુકાના રવની ગામે થયેલી હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે ધુળેટીની રાતે ખૂની ખેલ ખેલાયો હતો. રવની ગામમાં સલીમ સાંઘ નામના યુવકની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.યુવાનને ત્રણ ગોળી મારી હતી.
જ્યાં સુધી સલીમ સાંઘનો જીવ ન ગયો ત્યાં સુધી હત્યારા ત્યાં જ રહ્યા
જૂનાગઢના રવનિ ગામમાં થયેલી હત્યામાં સીસીટીવી અને બાતમીના આધારે આરોપીની અટકાયત કરી લીધી છે. સીસીટીવીમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, જ્યાં સુધી મૃતકનો જીવ ગયો ત્યાં સુધી હત્યા કરનારા શખ્સો ત્યાં જ ઉભા રહ્યા હતા. હવામાં થતું ફાયરિંગ પણ સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે.
પહેલા બાઇક અથડાવ્યું, બાદમાં ફાયરિંગ કર્યું
વંથલીના રવની ગામમાં રહેતો સલીમ સાંઘ મોડી રાત્રે તેના મિત્ર સાથે પોતાના ખેતરેથી પરત આવી રહ્યો હતો, ત્યારે ગામના પાદરમાં બે બુકાનીધારી ઈસમોએ સલીમ સાંઘને બાઇક અથડાવી તેને પછાડી દીધી હતો અને ત્યારબાદ સલીમ કંઇ સમજે એ પહેલાં જ ધડાધડ ગોળીઓ વરસાવી હતી. એકથી વધારે ફાયરિંગ કર્યા બાદ બાઇક પર આવેલા બંને બુકાનીધારી ઈસમો ત્યાંથી ભાગી છુટ્યા હતા.
ગણતરીની કલાકોમાં આરોપી ઝડપાયા
આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને જિલ્લા પોલીસવડાના સીધા માર્ગદર્શનમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી LCB, SOG સહિતની ટીમે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી લીધા છે.