Home /News /junagadh /Junagadh: ખરેખર દરેક સ્કૂલમાં બાળકોએ આવું કરવું જોઇએ!

Junagadh: ખરેખર દરેક સ્કૂલમાં બાળકોએ આવું કરવું જોઇએ!

શાળામાં બાળકોએ શરૂ કર્યું પસ્તીદાન

જુનાગઢની કન્યા શાળા નં : 4 માં શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા ઘરે કોઈપણ પ્રકારનું નકામો કચરો ફેંકવામાં આવતો નથી અને વેસ્ટ માંથી બેસ્ટ બનાવવા તરફ આજે દરેક વિદ્યાર્થીઓને શીખ આપવામાં આવી રહી છે.

    Ashish Parmar Junagadh : આપણે શિક્ષણ માટેનું એક સ્લોગન છે કે સૌ ભણે અને સૌ આગળ વધે. પરંતુ જૂનાગઢની એક એવી પ્રાથમિક શાળા કે જ્યાં ભણતરની સાથે વિદ્યાર્થીઓને ગણતરનો પણ ખરો અર્થ શીખવાડવામાં આવી રહ્યો છે જુનાગઢની કન્યા શાળા નં : 4 માં શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રકૃતિ બચાવવા માટે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમના પ્રયાસ થકી આજે સ્કૂલના દરેક વિદ્યાર્થીના ઘરે કોઈપણ પ્રકારનું નકામો કચરો ફેંકવામાં આવતો નથી અને વેસ્ટ માંથી બેસ્ટ બનાવવા તરફ આજે દરેક વિદ્યાર્થીઓને શીખ આપવામાં આવી રહી છે.


    સૌથી પહેલા શિક્ષકોએ કરી શરૂઆત

    કન્યા શાળા નંબર 4 માં શિક્ષક તરીકે ફરજ બજાવતા મયુરકુમાર કવા એ માહિતી આપી હતી કે અમે આ વેસ્ટ માંથી બેસ્ટ કલેક્શન માટે પ્રયત્ન કરવાની જ્યારે શરૂઆત કરી ત્યારે સૌથી પહેલા અમે શિક્ષકો દ્વારા આ પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો જે પ્રયાસની શરૂઆતના પ્રથમ એક જ અઠવાડિયામાં અમારા શિક્ષક ગણ દ્વારા 100 કિલો પસ્તી એકત્ર કરવામાં આવી હતી જે બાદ સમગ્ર વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટ વિશે સમજાવતા આજે દરેક વિદ્યાર્થીઓ આ પસ્તિદાન પ્રોજેક્ટમાં પોતાનું રોજનું યોગદાન નોંધાવી રહ્યા છે.



    ક્યાંથી આવ્યો વિચાર

    દરેક વિદ્યાર્થીઓ દ્વારા જ્યાં ત્યાં કચરો ફેંકતા સ્કૂલનું પરિષદ તથા વિદ્યાર્થીઓનું ઘર પણ કચરો જ્યાં ત્યાં ફેંકવાના લીધે ખરાબ થતું હતું જેથી વેસ્ટ કચરો ફેંકીને ખરાબ થતા વાતાવરણને બચાવવા માટે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને બેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવવા માટેની શીખ આપવામાં આવી હતી અને આજે દરેક વિદ્યાર્થીઓ આ શીખનું હોંશે હોંશે પાલન કરી રહ્યા છે.



    5 વિદ્યાર્થીઓની બની છે કમિટી

    આ સ્કૂલમાં 5 વિદ્યાર્થીઓની કમિટી બનાવવામાં આવી છે જે અંતર્ગત દરેક ક્લાસમાં પસ્તીદાન માટે બોક્સ મુકવામાં આવે છે , જેના 5 વિભાગ પણ આપવામાં આવ્યા છે , જેમાં કરચલીવાળા કાગળ , નકામા રફ ચોપડા , છાપા - પસ્તી , નાસ્તાની કોથળીઓ , પૂંઠા નો સમાવેશ થાય છે.



    વિદ્યાર્થીઓ શું જણાવે છે ?

    અહી 8 અ માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે , અમને જે રીતે સ્કૂલ દ્વારા બધી વસ્તુ શીખવવામાં આવી રહી છે. તેમાં કાગળનો આવો પણ ઉપયોગ થઈ શકે તે પહેલીવાર ખબર પડી , આ સાથે અમને હિસાબ કરવાની પણ શીખ મળી , આ સાથે વધેલી પસ્તીઓ રિસાયકલ નું વર્કિંગ મોડલ જોવા મળતા અમને ખુશી થઈ રહી છે.

    વિદ્યાર્થીઓ આ રીતે લાવે છે પસ્તી

    485 વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે તે દરેક વિદ્યાર્થી પોતાના ઘરે થી વધેલી પુસ્તક પુઠા સહિતની બધી વસ્તુઓ લાવી સ્કૂલમાં જમાં કરાવે છે. જેથી આ 485 વિદ્યાર્થી પોતાના આજુબાજુના દરેક લોકો સાથે પણ આ વિચાર શેર કરે છે જે કારણે બીજા 400 લોકોમાં પણ જાગૃતતા આવે તેવા પ્રયત્નો આ વિદ્યાર્થીઓ ખુદ કરી રહ્યા છે.



    આ પ્રોજેક્ટ કરવા પાછળ શું છે ધ્યેય

    આ પ્રોજેક્ટ કરવા પાછળ એક તો દરેક ઘરમાં ફેંકાતા કચરાને લીધે પ્રદૂષણ ફેલાતું અટકશે અને આ પસ્તીદાન પ્રોજેક્ટથી 1 લાખની રાશી એકત્ર થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.જેથી આ એક લાખની જમાં રાશિથી દરેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવા સહિતની તમામ મદદ કરવામાં આવશે.
    First published:

    Tags: Local 18, Students, જૂનાગઢ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन