જૂનાગઢ યાર્ડમાં સિઝનનાં નવા ઘઉંની આવક થઇ રહી છે. યાર્ડમાં ઘઉં લોકવન અને ટુકડાની આવક થઇ છે. લોકવન ઘઉંનાં મણનાં 497 રૂપિયા રહ્યાં હતાં. જ્યારે ટુકડા ઘઉંનાં મણનાં 523 રૂપિયા રહ્યાં હતાં.
Ashish Parmar, Junagadh : ખેડૂતોએ ઓપન માર્કેટમાં પોતાનો પાક વેચવાની શરૂઆત કરી છે ત્યારથી ખેડૂતોને પોતાના વળતરમાં ખૂબ ફાયદો થઈ રહ્યો છે આજે પણ સંપૂર્ણ માર્કેટિંગ યાર્ડ અનાજ અને કઠોળની આવકથી ઉભરાયું હતું, તેમાં અલગ અલગ પ્રકારના ધાન્યની આવક થઈ હતી.
સૌથી વધુ લોકવન ઘઉંની 4900 ક્વિન્ટલ ની આવક નોંધાઇ
જૂનાગઢ યાર્ડમાં અલગ અલગ પાકના ભાવ સારા મળી રહ્યાં છે. જેમાં આવક પણ ખૂબ સારી નોંધાય છે. સૌથી વધુ આવક લોકવન ઘઉંની 4,900 ક્વિન્ટલ આવક સામે 497 ભાવ નોંધાયો છે. ઘઉં ટુકડાની 1950 ક્વિન્ટલની આવક સામે 523 ભાવ નોંધાયો છે, તુવેરની 3480 ક્વિન્ટલ આવક સામે 1519 ભાવ નોંધાયો છે. આ સાથે ધાણાની 1744 ક્વિન્ટલ્લી આવક સામે 1575 ભાવ નોંધાયો છે. અને સોયાબીનની 2195 આવક સામે 1057 ભાવ નોંધાયો છે.
યાર્ડમાં કેટલી આવક અને તેના ભાવ કેટલા રહ્યા ?
પાક આવક (ક્વિન્ટલ) ભાવ
ઘઉં લોકવન 4900 497
ઘઉં ટુકડા 1950 523
તુવેર 3480 1519
સોયાબીન 2195 1057
ધાણા 1744 1575
સૌથી વધુ આવક 4900 ક્વિન્ટલ લોકવન ઘઉંની નોંધાઈ
જૂનાગઢ યાર્ડમાં આજે ઘઉની સારી એવી આવક નોંધાઈ છે. જેમાં 4,900 ક્વિન્ટલ સર્વાધિક લોકવન ઘઉંની આવક થઈ છે,ત્યારે સૌથી ઓછી આવક ધાણાની 1744 ક્વિન્ટલ નોંધાઈ હતી. જેની સામે ખેડૂતોને બધા પાકોમાં સારા ભાવ મળતા હવે ટેકાના ભાવ કરતા ખેડૂતો ખુલ્લા બજારના માર્કેટમાં પોતાના પાકને વેચાણ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે.