જૂનાગઢમાં મકબરા આવેલા છે. મકબરાનું રિનોવેશન કરવામાં આવ્યું છે. પરંતુ કામ પૂર્ણ થઇ ગયું હોવા છતા લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો નથી. અનેક પ્રવાસીઓ મકબરો નિહાળીયા વિના પરત ફરી રહ્યાં છે.
જૂનાગઢમાં મકબરા આવેલા છે. મકબરાનું રિનોવેશન કરવામાં આવ્યું છે. પરંતુ કામ પૂર્ણ થઇ ગયું હોવા છતા લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો નથી. અનેક પ્રવાસીઓ મકબરો નિહાળીયા વિના પરત ફરી રહ્યાં છે.
Ashish Parmar, Junagadh : જૂનાગઢમાં અનેક ઐતિહાસિક ધરોહર આવેલી છે. આ ઐતિહાસિક ધરોહરો જૂનાગઢની એક ઓળખ છે. જૂનાગઢનો ઐતિહાસિક મહાબત મકબરો વર્ષો જૂનો છે. જેનું રિનોવેશનનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં લોકો સમક્ષ હજુ સુધી ખુલ્લો મૂકવામાં આવ્યો નથી. આ ધરોહરને ક્યારે લોકો સમક્ષ ખુલ્લી મુકાશે તેની સૌ કોઈને રાહ છે. ખુલ્લો મુકાયા બાદ જાણવણી પણ જરૂરી આ મકબરાનું રીનોવેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકવી છે. પરંતુ લોકો સમક્ષ હજુ સુધી મકબરાને ખુલ્લો મુકવામાં આવ્યો નથી.
જેથી બહારગામથી આવતા અનેક પ્રવાસીઓ ઐતિહાસિક ધરોહરની મુલાકાતથી વંચિત રહી જાય છે. આ ધરોહરની જાણવણી પણ એટલી જ જરૂરી બની રહે છે. આ મકબરાની યોગ્ય જાણવણી નહિ થાય તો ભવિષ્યમાં અહી પણ બીજી ધરોહરની જેમ અસામાજિક તત્વો ઘર કરી જશે. વિદેશી પ્રવાસીઓ પણ લે છે અચૂક મુલાકાત આ મકબરાની અનેક વિદેશી પ્રવાસીઓ પણ મુલાકાત લેતા હોય છે. જ્યારે અહી કોઈને પ્રવેશ માટે અનુમતિ ન હોય ઘણી વખત પ્રવાસીઓ વિલા મોઢે પરત ફરી જાય છે. વહેલી તકે મકબરાને લોકો સમક્ષ ખુલ્લો મુકાય તે જરૂરી છે.
હજુ સુધી ક્યારે ખુલશે તે તારીખ નક્કી નથી ઐતિહાસિક ધરોહર સમાન મકબરો લોકો સમક્ષ ક્યારે ખુલ્લુ મુકાશે અને લોકો મુક્ત મને અહી ક્યારે હરી ફરી શકશે તેની કોઈ તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.