Home /News /junagadh /Junagadh: રણ છોડી ભગવાન શ્રીકૃષ્ણ રૈવતાચલ આવ્યા, મુચકુંદ ગુફાનો આવો છે ઇતિહાસ

Junagadh: રણ છોડી ભગવાન શ્રીકૃષ્ણ રૈવતાચલ આવ્યા, મુચકુંદ ગુફાનો આવો છે ઇતિહાસ

X
જૂનાગઢમાં

જૂનાગઢમાં આવેલું મુચકુંદ મહાદેવ મંદિર

ભગવાન શ્રી કૃષ્ણ અને કાલયૌવન વચ્ચે યુદ્ધ થયું હતું. ભગવાન રણછોડી રૈવતાચલ પર્વત( ગિરનાર) ની એક ગુફામાં આવી ગયા હતા. અહીં પહેલાથી જ સુતેલા મુચકુંદ રાજાને કાલયૌવન જગાડે છે અને કાલયૌવનનું મૃત્યુ થયા છે.

Ashish Parmar, Junagadh: ભવનાથ જવાના માર્ગ પર મુચકુંદ મહાદેવનું મંદિર આવેલું છે. અહીં મુચકુંદ ગુફા છે. મુચકુંદ ગુફા અને મુચકુંદ મહાદેવનો ઇતિહાસ રોચક છે. ભવનાથ શ્રી કૃષ્ણએ મામા કંસનો વધ કર્યો હતો. જેનો બદલો લેવા કંસનો મિત્ર અને ઋષિપુત્ર કાલયવન કૃષ્ણ ભગવાનની પાછળ પડ્યો હતો. બાદ મુચકુંદ ગુફામાં કાલયવનનું મોત થયું હતું.

કાલ્યાવનને વરદાન હતું

કાલયૌવનને ભગવાન શિવજીનું વરદાન હતું. કોઇ અસ્ત્ર, શસ્ત્ર, પ્રાણી,મનુષ્ય, દેવ તેમને મારી શકશે નહી. આ વરદાનનાં પગલે કંસનાં મોતનો બદલો લેવા ભગવાન શ્રી કૃષ્ણને લલકારે છે. પરંતુ ભગવાનથી તેમનું મૃત્યુ થઇ શકે તેમ ન હતું. ભગવાન યુદ્ધ કરતા કરતા ભાગે છે. અને હાલ ભવનાથ ક્ષેત્રમાં આવે પહોંચ છે. અને મુચકુંદ રાજા જે ગુફામાં હોય ત્યાર પ્રવેશ કરે છે.

મુચકુંદ રાજાને વરદાન હતું

મુચકુંદ રાજા યુદ્ધમાં દેવતાઓને મદદ કરતા હતા. બાદ રાજાને બ્રહ્માજીએ વરસાદ આપ્યું હતુ કે, ઘોર નિંદ્રામાં જે કોઇ ઉઠાડે અને રાજાની દ્રષ્ટિ તે વ્યક્તિ ઉપર પડે તે ભષ્મ થઈ જશે. ભગવાન તરત જ કાલયૌવનની સામે યુદ્ધ છોડી રણમેદાનમાંથી ગુર્જર પ્રદેશમાં આવેલા સૌરાષ્ટ્ર એટલે કે જેને આપણે પ્રભાસ ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. એવા ગિરનાર એટલે રૈવતાચલ પર્વત તરફ ભગવાન દોડવા લાગ્યા.

આ પણ વાંચો: સાપુતારામાં બર્થ ડે સેલિબ્રેશન કર્યા બાદ અડધી રાત્રે પતિએ એવો કાંડ કર્યો કે પત્ની સીધી પોલીસ સ્ટેશન પહોંચી

મથુરા નગરીનું યુધ્ધ મેદાન છોડી જ્યારે શ્રી કૃષ્ણ ભાગે છે, ત્યારે કાલયૌવન ખુબ જ ક્રોધિત થાય છે અને તે પણ ભગવાન કૃષ્ણની પાછળ તેને મારવા જાય છે. ત્યારે ભગવાન વચ્ચે થાક્યા હોવાથી એક જગ્યાએ કદમના ઝાડ નીચે આરામ કરે છે. તે જગ્યાને આજની તારીખે આપણે ડાકોર ગામમાં રણછોડરાયજી તરીકે ઓળખીએ છીએ.

શ્રી કૃષ્ણનું રણછોડ નામ આ રીતે પડ્યું

ભગવાનની પાછળ કાલયૌવન આવતો હતો એટલે ભગવાન કદમના ઝાડ નીચેથી ઉભા થઇ ભાગવા લાગ્યા ત્યારે ત્યાં કાલયૌવને ભગવાનનું નવું નામકરણ કર્યું અને કીધું કે, રણછોડ તું રણ છોડી ને ભાગ નહિ...મારી સાથે યુધ્ધ કર ....ભગવાન ત્યાંથી ભાગ્યા અને રૈવતાચલ પર્વતની અંદર જ્યાં મુચકુંદ રાજા સુતા હતા, તે ગુફામાં પ્રવેશ કરી અને સુતેલા મુચકુંદ રાજાને જગાડવા લાગ્યા.

ભગવાને રાજા મુચકુંદને ચતુર્ભુજ તરીકે દર્શન આપ્યા હતા

ત્યારનાં સમયે યુદ્ધનાં નિયમ અનુસાર અબળા અથવા કે સુતેલા માણસ ઉપર અથવા કે ની હથ્થા માણસ ઉપર પ્રહાર ન કરવો. કૃષ્ણ સમજી મુચકુંદ રાજાને જગાડવા લાગ્યા. જ્યારે ક્રોધિત થયેલો કાલયૌવને જોયું પણ નહીં કે આ કૃષ્ણ નથી. આ મુચકુંદ રાજા છે. તે કૃષ્ણ સમજી દૂર થી ઉભા ઉભા અવાજ દેવા લાગ્યો કે, હે શ્રીકૃષ્ણ તુ સુવાના નાટક ન કર, ઉભો થઇ મારી સાથે યુધ્ધકર ત્યારે ભગવાન ઉભા નથી થતા. એવું સમજી કાલયૌવન પગની લાત મારી ભગવાનને ઉઠાડે છે.

આ પણ વાંચો:પોલીસે શરાબી ડાન્સ કરનારાઓનો નશો ઉતાર્યો

પરંતુ જ્યારે પિતાંબરી દુર થઇ અને જે આળસ મરડીને જે માણસ ઉભો થયો કે તરત જ કાલયૌવન ભયભીત થયો અને મુચકુંદ રાજાને બ્રહ્માજીનાં આશિર્વાદથી પ્રથમ દ્રષ્ટીએ કાલયૌવન બળીને ભસ્મ થઇ જાય છે. રાજાને જ્યારે દેવતાઓની સાથે મળી અને દાનવોને હરાવ્યા હતા. ત્યારે ભગવાન નારાયણે વચન આપ્યુ હતુ કે, જ્યારે હે રાજા તમે નિંદરમાંથી ઉભા થશો (જાગશો)ત્યારે હું તમને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપીશ. એ વચનનાં અનુસાર કાલયૌવન બળીને ભસ્મ થયો અને તરત જ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે (નારાયણ સ્વરૂપે) દર્શન આપ્યા.



ગિરનારની ગોદમાં આવેલું છે આ મુચકુંદ મહાદેવ મંદિર

આ પ્રભાસ ક્ષેત્રમાં રેવતાચલ પર્વત મધ્યે દમોદર કુંડની ઉપર આવેલી આ મુચકુંદ ગુફામાં જે આખાં જગતની અંદર મુચકુંદ ગુફાનાં નામથી જગવિખ્યાત છે. કે જ્યા ભગવાન કૃષ્ણ ને પોતાના દૈનિક નિયમ અનુસાર સવારનાં બ્રહ્મમૂહુર્તમાં ભગવાન શીવની પુજા કરવી એટલે પોતાના હાથે ભગવાન શ્રીકૃષ્ણએ તે ગુફામાં મહાદેવની સ્થાપના કરી નિલકંઠ નામ આપી પુજા કરી અને જે નિલકંઠ મંદિરનાં આજે પણ આપણે દર્શન કરી શકીએ છીએ. અને ત્યાથી મુચકુંદ રાજાનો ઉધ્ધાર કરી ભગવાન જતા હતા ત્યારે કાલયૌવનની ભસ્મમાંથી અવાજ આવ્યો કે..“હે કૃષ્ણ. હે કૃષ્ણ હું પણ તારી પાછળ અહીં સુધી આવ્યો છુ તો મારો પણ ઉધ્ધાર કરો...' ત્યારે ભગવાને કાલયૌવનની ભસ્મ લઇ બાજુનાં ડુંગરમાં એક ગુફામાં સ્થાપન કર્યુ.
First published:

Tags: History, Junagadh news, Local 18, Lord krishna