Home /News /junagadh /Sea farming in Junagadh: શા માટે માછીમારો દરિયો ખેડવાની શરૂઆત ભાદરવા સુદ એકમથી કરે છે? જાણો શું છે માન્યતા

Sea farming in Junagadh: શા માટે માછીમારો દરિયો ખેડવાની શરૂઆત ભાદરવા સુદ એકમથી કરે છે? જાણો શું છે માન્યતા

ખારવા સમાજના કુળદેવી મા ઝુંડ ભવાની

ચોમાસું શરૂ થતાં સાગર ખેડુઓ (Fishermen) પોતાના માદરે વતન પરત ફરતા હોય છે. જેથી ભાદરવા સુદ એકમના દિવસે ફરીથી તેઓ દરિયા તરફ (Sea farming) પોતાની રોજી રોટી માટે નીકળી જતા હોય છે

Ashish Parmar, Junagadh: જૂનાગઢના ચોરવાડના ભાદરવા સુદ એકમથી માછીમારો (Fishermen) દરિયો ખેડવા (Sea farming) જતા હોય છે. જેના પાંચ દિવસ પૂર્વે ચોરવાડ ગામમાં મેળો યોજાય છે. આ મેળામાં ખારવા સમાજના દરેક લોકો પરિવાર સહિત ભેગા થાય છે. શ્રાવણ માસની વદ તેરસથી આ મેળાની શરૂઆત થાય છે આ ત્રિદિવસીય મેળામાં સમસ્ત ખારવા સમાજનાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પોતાના ટેન્ટ બાંધી તેમાં રહી મેળાનો લાભ લે છે. સાથોસાથ ભવાની માતાજીની પૂજા-અર્ચન તેમજ રાસ-ગરબા-ભજન-રામધૂનની રમઝટ બોલાવતા હોય છે. તેમજ મેળામાં ભાદરવા સુદ-એકમને રવિવારે સવારે સૌપ્રથમ સમાજનાં પટેલ દ્વારા પૂજાવિધિ કર્યા બાદ તમામ લોકો પૂજાપો ચડાવશે. ત્યારબાદ રાત્રિનાં મેળાનું સમાપન થશે.

વર્ષોથી ચાલતી આવતી પરંપરા

ચોમાસું શરૂ થતાં સાગર ખેડુઓ પોતાના માદરે વતન પરત ફરતા હોય છે. જેથી ભાદરવા સુદ એકમના દિવસે ફરીથી તેઓ દરિયા તરફ પોતાની રોજી રોટી માટે નીકળી જતા હોય છે આ સમગ્ર બાબત અનુસંધાને આ ત્રી દિવસીય મેળો યોજાય છે અને ખારવા સમાજના લોકો પરીવાર સાથે રહીને આ મેળાનો આનંદ લે છે

શ્રાવણી તેરસના દિવસે વેરાવળ, ભીડીયા, સુત્રાપાડા, ધામળેજ સહીતના દરીયાકાંઠે રહેતા પરીવારો મોટી સંખ્યામાં મંદિરે નાના મોટા ધાર્મિક કાર્યક્રમો યોજતા હોય છે.

આ પણ વાંચો:  દામોદર કુંડ ખાતે પિતૃતર્પણ માટે બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા ભાવિકો

ખારવા સમાજના કુળદેવી છે મા ઝુંડ ભવાની

ચોરવાડ ખાતે આવેલ મા ઝુંડ ભવાની તે ખારવા સમાજના કુળદેવી છે તેને માથું નમાવી પુજા કરી દરીયામાં જવાનું હોય છે. દર વર્ષે ખુબ મોટા ઉત્સાહથી હજારો લોકો આ મેળા માં આવતા હોય છે. આ સમાજના પરિવારો દ્વારા માતાજીની આરાધના અને ભક્તિ કરવાની હોય છે. અમાસના દિવસે માતાજીને પરિવાર સાથે નિવેદ ધરવામાં આવે છે પરિવાર સાથે નિવેદ ધર્યા બાદ માતાજીના આશીર્વાદ લઈને માછીમારો દરિયામાં પરત ફરે છે.

લોકો પોતાના પરિવાર સાથે આવી ટેન્ટ બાંધી અને સાથે રહે છે

મોટાભાગે જે મેળો યોજાતો હોય છે તે મેળામાં લોકો પરિવાર સાથે મજા માણવા માટે આવતા હોય છે. અને ખુલ્લા મેદાનમાં યોજાતો મેળામાં દરેક લોકો પરિવાર સાથે લાભ લેતા હોય છે. પરંતુ આ મેળામાં આવનાર ખારવા સમાજના પરિવાર દ્વારા અહીં ટેન્ટ બાંધવામાં આવે છે. અને તે ટેન્ટમાં જ રહી ત્રણ દિવસના મેળાની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદ મંદિરમાં સમાજના પટેલ દ્વારા આરતી કર્યા બાદ આ મેળાનું સમાપન થાય છે. અને ભાદરવા સુદ એકમના રોજ માછીમારો દરિયામાં માછીમારી કરવા માટે પરત ફરે છે.
First published:

Tags: Fisherman, Junagadh news, જૂનાગઢ, જૂનાગઢના સમાચાર

विज्ञापन