Home /News /junagadh /Junagadh: રાજસ્થાન પોલીસ જતા ડરે તે ગામમાં માંગરોળનાં મહિલા PSI ત્રાટક્યાં, ડ્રગ્સ પેડલરને દબોચ્યો

Junagadh: રાજસ્થાન પોલીસ જતા ડરે તે ગામમાં માંગરોળનાં મહિલા PSI ત્રાટક્યાં, ડ્રગ્સ પેડલરને દબોચ્યો

X
આરોપીઓ

આરોપીઓ સાથે માંગરોળ પોલીસકર્મીઓ

જૂનાગઢ એસઓજીએ ડ્રગ્સ સાથે શખ્સની અટક કરી હતી. આ ડ્રગ્સ રાજસ્થાનનાં દેવલડી ગામનાં શખ્સે મોકલ્યું હતું. આ ઘટના બાદ માંગરોળનાં મહિલા પીએસઆઇ રાજસ્થાનનાં દેવલડી પહોચ્યા હતા અને ડ્રગ્સ સ્પલાઇ કરનારને ઉઠાવી લાવ્યાં હતાં.

Ashish Parmar , Junagadh: રાજસ્થાનનાં હરનોદ પોલીસ સ્ટેશન વિસ્તારનું દેવલડી ગામ. અહીં ડ્રગ્સ અને ચરસ કારોબાર ધમધમે. સ્થાનીક પોલીસ પણ અહીં જવાની હિંમત કરતી નથી. અનેક વખત પોલીસ ઉપર હુમલા થયા છે. ત્યારે જૂનાગઢ જિલ્લાનાં માંગરોળ પોલીસ સ્ટેશનાં મહિલા પીએસઆઇ શીતલબેન સોલંકી ટીમ સાથે રાત્રીનાં 3 વાગ્યે દેવલડી ગામમાં ત્રાટક્યાં હતાં અને માંગરોળનાં શખ્સે ડ્રગ્સ સ્પલાઇ કરનાર ફૈજલને ઉપાડી લીધો હતો અને માંગરોળ લઇ આવ્યાં હતાં. શીતલબેન સોલંકીએ કહ્યું, ગુજરાત પોલીસના એક મહિલા કર્મચારી તરીકે મને ગર્વ છે આ શબ્દો છે.

શું હતો સમગ્ર મામલો

થોડા દિવસો પહેલા એટલે કે 16 જાન્યુઆરીએ એસઓજીએ માંગરોળના ગાંધીચોકમાંથી યુનુસ ઉર્ફે લાલબાદશાહ હસન જાગાને એમ.ડી. ડ્રગ્સ, ઓપીએટ, ચરસ અને ગાંજાના જથ્થા સહીત 87,384 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. તેની પૂછતાછમાં આ જથ્થો જૂનાગઢનો રફીક બ્લોચ નામના શખ્સે સપ્લાય કર્યો હોવાનું જણાવતા બને શખ્સો સામે માંગરોળ પોલીસમાં ગુન્હો નોધવામાં આવ્યો હતો.

આ રીતે કરાઈ આગળની તપાસ

આ સમગ્ર મામલે આગળની તપાસ માંગરોળ પી.એસ.આઈ. શીતલબેન સોલંકીએ શરૂ કરી.રફીકને ઝડપી તેને પાંચ દિવસના રિમાન્ડ પર લીધો હતો. આ બાદ તેણે જણાવ્યું હતું કે, તેને રાજસ્થાનનો ફૈજલખાન નામનો શખ્સ જોધપુરથી એસટી બસમાં આવીને એસટી બસ સ્ટેન્ડમાં ટોયલેટમાં ડ્રગ્સની ડીલીવરી આપતો હતો, જે હકીકતના આધારે માંગરોળ મહિલા પીએસઆઈ સહિતના 4 પોલીસકર્મીઓની ટીમ ફૈજલને પકડવા રાજસ્થાન પહોંચી હતી.

રાજસ્થાનાં દેવલડી ગામમાં મોટો કારોબાર

જે જગ્યાએ મુખ્ય શખ્સનો વસવાટ છે તે હરનોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા દેવલડી ગામ છે. તેવી માહિતી મળી હતી. આ માહિતી મળતા જ રાતના દોઢ વાગ્યે માંગરોળ પોલીસ અને રાજસ્થાન પોલીસના 4 પોલીસકર્મી મળી કુલ 8 વ્યકિતઓએ આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું અને આરોપીને ઝડપી લેવા સફળતા મેળવી હતી. જે જગ્યાએથી આ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો તે ગામમાં મોટે ભાગે ડ્રગ્સ, ચરસનો જ વેપાર થાય છે અને અહી સ્થાનિક પોલીસ પણ જતા ડરે છે. આ ગામ ડ્રગ્સ માફિયા, પેડલરોથી ભરેલું ગામ છે અને સાથે પોલીસ પર પણ અનેકવાર હુમલાઓ પણ કરી ચૂક્યું છે.

રાત્રે ઝડપીને સફળતાપૂર્વક ધરપકડ કરી

અહીંના વિસ્તારની સમગ્ર હકીકત જાણતા હોવા છતાં આ મહિલા પીએસઆઈ શીતલબેન સોલંકીએ હિમતભેર રાતે આરોપીના ઘરે ધરપકડ માટે ટીમ સાથે પહોચી ગયા હતા અને ડ્રગ્સ સપ્લાય કરતા શખ્સને પકડી પાડયો હતો. પરંતુ જ્યારે મહિલા પીએસઆઇ અને તેમની ટીમ આ વ્યક્તિ ની ધરપકડ કરીને નીકળી ત્યારે તેમની પાછળ ટોળું પણ થયું હતું. પરંતુ ત્યારે રાજસ્થાન પોલીસે તેને ટેક ઓવર કરી લીધા હતા.

માંગરોળ પોલીસ આરોપીને લઈને પોલીસ મથકે આવી પહોંચી હતી.

આમ રાજસ્થાનના ડ્રગ્સ માફિયા પેડલરોથી ભરેલા ગામમાં મધરાતે મહિલા પીએસઆઈએ ગુજરાત પોલીસની કડક છાપ છોડીને આરોપીને ઝડપી લીધો છે. આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા રવિતેજા વાશમસેટ્ટીએ પણ માંગરોળના આ મહિલા પીએસઆઈ શીતલબેન સોલંકી અને તેમની સમગ્ર ટીમને આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો ?
શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે ?
તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઇચ્છો છો ?
તો અમને જાણ કરો.
મો. : 7048367314.
First published:

Tags: Crime New, Gujarat police, Junagadh news, Local 18