જૂનાગઢમાં વાદળછાયું વાતાવરણ થતા ખેડૂતોમાં ચિંતા છવાઈ છે. ગઈકાલ સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારથી વાદળછાયું વાતાવરણ છે. જિલ્લામાં માવઠું થશે તો શિયાળુ પાકને નુકસાન થશે.
જૂનાગઢમાં વાદળછાયું વાતાવરણ થતા ખેડૂતોમાં ચિંતા છવાઈ છે. ગઈકાલ સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારથી વાદળછાયું વાતાવરણ છે. જિલ્લામાં માવઠું થશે તો શિયાળુ પાકને નુકસાન થશે.
Ashish Parmar, Junagadh : હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. આગાહીના પગલે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે.જૂનાગઢમાં ગઈકાલે સાંજે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને આજે સવારથી આકાશમાં વાદળ દેખાયા છે.જિલ્લામાં વાદળછાયું વાતાવરણ થતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે.
વાદળછાયું વાતાવરણ થતા ઠંડીમાં ઘટાડો
જૂનાગઢ જિલ્લામાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ છે. આકાશમાં વાદળ દેખાઈ રહ્યા છે. જિલ્લામાં વાતાવરણ બદલાતા ઠંડીમાં ઘટાડો થયો છે. લોકોએ પંખા શરુ કરવાની ફરજ પડી હતી.
વાદળ વિખેરાતા ઠંડી પડશે
જૂનાગઢમાં વાતાવરણ પલટો આવતા આકાશ વાદળછાયું થયું છે. આજે સવારથી ભાગ્યે જ સૂર્યનારાયણના દર્શન થાય છે. જોકે વાદળ વિખેરાતા ઠંડી પાડવાની સંભાવના છે.
આંબામાં મોર આવવાનો સમય
સામાન્ય રીતે હાલ આંબા કોરાવા લાગ્યા છે. તેમજ આંબામાં મોર બંધાવાનો સમય છે. ગત વર્ષે ડિસેમ્બરમાં વરસાદ થતા આંબાના પાકને ભારે નુકસાન થયું હતું. હાલ વાતાવરણ બદલાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
1 ડિસેમ્બર 2021માં વરસાદ થયો હતો
ગત વર્ષે 1 ડિસેમ્બર 2021માં સોરઠમાં વરસાદ પડ્યો હતો.કમોસમી વરસાદના કારણે આંબા, ચણા, શાકભાજી સહિતના પાકને નુકસાન થયું હતું.
અલગ અલગ પાકનું કરવામાં આવ્યું છે વાવેતર
શિયાળામાં ઘઉં,ચણા, કપાસ,ધાણા સહિતના અનેક પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે અને હાલમાં બજાર ભાવ પ્રમાણમાં સારા મળી રહ્યું છે ત્યારે જો માવઠું આવશે,તો ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે,તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે.