Home /News /junagadh /Junagadh : શહેરમાં શરૂ થઇ ગયું ગરમ કપડાનું માર્કેટ, તમે ઘરબેઠા મારો એક લટાર!

Junagadh : શહેરમાં શરૂ થઇ ગયું ગરમ કપડાનું માર્કેટ, તમે ઘરબેઠા મારો એક લટાર!

X
શિયાળાના

શિયાળાના ચાર મહિના સુધી અહીં બહારના રાજ્યમાંથી વેપારીઓ આવી અને વેપાર કરે છે હિમાચલ પ્રદેશ સહિત આજુબાજુના પાડોશી રાજ્યોમાંથી દર વર્ષે અહીં પોતાની માર્કેટ શરૂ રાખે છે ગરમ કપડામાં અવનવી ડિઝાઇન જોઈને લોકોને પણ ખરીદીનું અચૂક મન થાય છે

શિયાળાના ચાર મહિના સુધી અહીં બહારના રાજ્યમાંથી વેપારીઓ આવી અને વેપાર કરે છે હિમાચલ પ્રદેશ સહિત આજુબાજુના પાડોશી રાજ્યોમાંથી દર વર્ષે અહીં પોતાની માર્કેટ શરૂ રાખે છે ગરમ કપડામાં અવનવી ડિઝાઇન જોઈને લોકોને પણ ખરીદીનું અચૂક મન થાય છે

    Ashish Parmar Junagadh : દિવાળીના દિવસો બાદ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે ગુલાબી ઠંડીની શરૂઆત બાદ ચાર મહિના સુધી સતત શિયાળાના ફુકાતા ઠંડા પવનથી બચવા સૌ કોઈ ગરમ કપડાનો સહારો લેતા હોય છે હાલના સમયમાં ગરમ કપડામાં પણ અવનવી વેરાઈટી જોવા મળે છે. જૂનાગઢમાં શરૂ થયેલું પોતાલા માર્કેટમાં અવનવી વેરાઈટી જોઈને લોકો પણ અહીં ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે.

    જુદા જુદા રાજ્યોમાંથી આવે છે લોકો

    હિમાચલ પ્રદેશ સહિત અલગ અલગ રાજ્યોમાંથી અહીં ગરમ કપડાનું વેચાણ કરવા માટે લોકો આવતા હોય છે છેલ્લા પાંચ વર્ષથી સતત અહીં બહારના રાજ્યોમાંથી લોકો આવી અને ગરમ કપડાનું વેચાણ કરે છે મહત્વની વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારનું વેચાણ સમયે ભાવમાં ઓછું હતું કરવામાં આવતું નથી પરંતુ જે ભાવ લખવામાં આવ્યો હોય છે તે જ ભાવ તરીકે આપવામાં આવે છે.



    જૂનાગઢમાં વેપાર કરવાની મજા આવે છે

    હિમાચલ પ્રદેશથી આવેલ એક વેપારીએ જણાવ્યું હતું કે અહીં જૂનાગઢમાં પબ્લિક નો સપોર્ટ પણ ખૂબ સારો મળી રહે છે લોકો અમારી અહીં આવવાની રાહ જોતા હોય છે.જેથી અહી અમને વેપાર કરવામાં પણ ખૂબ આનંદ આવે છે.

    જૂનાગઢમાં આ જગ્યાએ આવી છે આ માર્કેટ

    શિયાળાના ચાર મહિના સુધી આ માર્કેટ જૂનાગઢના આઝાદ ચોક વિસ્તારમાં રાખવામાં આવી છે. રેડક્રોસ હોલની બાજુમાં આવેલા મેદાનમાં 4 મહિના સુધી અહી ગરમ કપડાં નું વેંચાણ કરવામાં આવે છે.



    પરિવાર સાથે લોકો આવે છે

    સાંજના સમયે તથા રજાના સમયે લોકો પરિવાર સાથે અહીં ખરીદી માટે અહી ઉમટી પડે છે. આબાલવૃદ્ધ સૌ માટે અહી ગરમ કપડાં ની અવનવી ડિઝાઇન મળતી હોય બાળકો પણ ખુશખુશાલ જોવા મળે છે.

    અહી મળે છે આટલી વસ્તુઓ

    અહી ગરમ કપડામાં સાલ , મફલર , સ્વેટર , ટોપી , મોજા સહિત ની અનેક વસ્તુઓ મળે છે જેથી અવનવી પેટર્ન લોકો ને જોવું ખૂબ ગમે છે એટલે લોકોને આ પેટર્ન ખરીદવાનું પસંદ પડે છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Local 18, Winter, જૂનાગઢ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन