Home /News /junagadh /જૂનાગઢ: 1346 મતદાન મથકો પર હજુ ત્રણ દિવસ મતદાર યાદીમાં સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે

જૂનાગઢ: 1346 મતદાન મથકો પર હજુ ત્રણ દિવસ મતદાર યાદીમાં સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે

Voter list brief correction program

ભારતના ચૂંટણીપંચ દ્વારા ચાલી રહેલ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા-2022 કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં કુલ 4 દિવસ કામગીરી હાથ ધરાશે

ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા-2022 કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં કુલ 4 દિવસ કામગીરી હાથ ધરાશે, જેમાં પ્રથમ દિવસ એટલે કે; 14 નવેમ્બર રવિવારે નામ ઉમેરવા, કમી કરવા, સુધારો કરવા તેમજ બુથ ફેરફાર કરવા સહિતની કુલ 11,178 અરજીઓનો સ્વિકાર કરવામાં આવ્યો છે. હજુ આગામી તા.21 નવેમ્બર, 27 નવેમ્બર અને 28 નવેમ્બરના દિવસ દરમિયાન તેમજ 30 નવેમ્બર સુધી મામલતદાર કચેરી ખાતે ચૂંટણી શાખામાં અરજી સ્વિકારવામાં આવશે. આ ઉપરાંત યુવાનો જાતે ઘરબેઠા પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી શકે છે.

ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.1-1-2021 ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના તમામ નાગરિકો-મતદારોને ઉક્ત કાર્યક્રમ અનુસાર મતદાર યાદીમાં નવા નામની નોંધણી કરવા, નામ કમી કરવા, સુધારા વધારા કરાવવા, માટેના મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 અંતર્ગત જૂનાગઢ જિલ્લાના તમામ 1346 મતદાન મથક ઉપર આગામી તા.21-11-2021(રવિવાર), તા.27-11-2021(શનિવાર) અને તા.28-11-2021(રવિવાર) દરમિયાન બી.એલ.ઓ દ્વારા જે તે મતદાન મથકોએ સવારના 10 કલાકથી સાંજના 5 કલાક સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે.

આ ઉપરાંત તા.1-11-2021 થી 30-11-2021 સુધી તમામ મતદાન નોંધણી અધિકારી તથા તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે મતદારો પોતાના નામની નોંધણી, કમી કે સુધારો કરવા માટે સંબંધિત ફોર્મ ભરી શકશે. આ કાર્યક્રમ દરમિયાન મતદાર પોતે જ મતદારયાદીમાં (1) Voter Helpline Application (2) www.nvsp.in (3) www.voterportal.eci.gov.in દ્વારા મતદાર તરીકેની પોતાની તથા સંબંધિતોની નોંધણી કરાવી શકશે.

અત્રે નોંધનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 11,178 અરજી આવી છે. જેમાંથી નવા મતદાર બનવા માટેની અરજીઓની સંખ્યા 3,602 છે. જેથી એવું કહી શકાય કે, 18 થી 19 વર્ષના 3,602 યુવાઓએ નવા મતદાર બનવા અરજી કરી છે.
First published:

Tags: Junagadh Voter List correction, Junagdh News, Local News, Voter-id

विज्ञापन