Home /News /junagadh /Junagadh : વર્ષો બાદ જૂનાગઢમાં થયું રાવણ દહન, મોટી સંખ્યામાં લોકો જોડાયા, જુઓ વીડિયો

Junagadh : વર્ષો બાદ જૂનાગઢમાં થયું રાવણ દહન, મોટી સંખ્યામાં લોકો જોડાયા, જુઓ વીડિયો

રાવણ

રાવણ દહન ના આ કાર્યક્રમને જોવા માટે દૂર દૂરથી લોકો ઉમટી પડ્યા હતા. લોકોને ઉભવવા માટે પણ જગ્યા ઓછી પડી હતી તેવી ભીડ જામી પડી હતી. રાવણ દહન ના કાર્યક્રમ પછી ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

રાવણ દહન ના આ કાર્યક્રમને જોવા માટે દૂર દૂરથી લોકો ઉમટી પડ્યા હતા. લોકોને ઉભવવા માટે પણ જગ્યા ઓછી પડી હતી તેવી ભીડ જામી પડી હતી. રાવણ દહન ના કાર્યક્રમ પછી ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

    ASHISH PARMAR JUNAGADH : દશેરાનો પર્વ એ અસત્ય પર સત્યના વિજયનું પર્વ ગણાય છે. જૂનાગઢમાં આ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સાંજે 6 થી 8 નો સમયમાં રાવણ દહન નો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો જોકે પાંચ વાગ્યા પછી જ લોકોની ભીડ ઉમટવાની શરૂ થઈ ગઈ હતી. લોકોને ઉભવા માટે જગ્યા ઓછી પડી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા.

    11 દિવસના મહેનતની મળી સફળતા

    છેલ્લા અગિયાર દિવસથી 30 વ્યક્તિઓની ટીમ દિવસ રાત જોયા વગર આ સમગ્ર કાર્યક્રમ માટે ભાગદોડ કરતી હતી. રાવણના સ્ટેચ્યુ બનાવવા માટે આ ટીમની સખત મહેનત રંગ લાવી હતી અને કાર્યક્રમને આજે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ તકે મહાનુભાવોની પણ હાજરી રહી હતી.

    રાવણ દહન ની જગ્યાએ શ્રી રામ વિજય ઉત્સવ નામ અપાયું હતું

    દરેક જગ્યાએ રાવણ દહન કાર્યક્રમમાં સંપૂર્ણ કાર્યક્રમનું નામ રાવણ દહન આપવામાં આવતું હોય છે પરંતુ હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયેલા આયોજનમાં આ કાર્યક્રમનું નામ શ્રી રામ વિજયોત્સવ તરીકે રાખવામાં આવ્યું હતું.

    ફાયર બ્રિગેડ ની ટીમ ખડે પગે રહી

    કોઈપણ પ્રકારની દુર્ઘટના સર્જાઈ નહીં તે માટે ફાયર બ્રિગેડની ટીમ પણ આ સ્થળે હાજર રહી હતી. ફાયર બ્રિગેડ નો સ્ટાફ 6 વાગ્યાથી જ સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર જગ્યાનું નિરીક્ષણ પણ કર્યું હતું જેથી દુર્ઘટના સમયે સમય સૂચકતા વાપરી અને યોગ્ય કામગીરી કરી શકાય.

    હવે દર વર્ષે કરવામાં આવશે આયોજન

    હરિ ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ વખત જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજિત 50,000 ના ખર્ચે આ રાવણ દહન ના કાર્યક્રમને હાથ ધરાયો હતો જેમાં 25,000 નો ખર્ચ તો ફટાકડા પાછળ જ થયો હતો. અંદાજિત 80 લોકોની ટીમ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ખડે પગે રહી હતી. પરિસરમાં કોઈ રાવણ દહન સમયે પ્રવેશી ન જાય અને કોઈ જાનહાની સર્જાઈ નહીં તેની ખાસ તકેદારી પણ આ ટીમ દ્વારા રાખવામાં આવી હતી સાંજના સમયથી જ આઈકાર્ડ સાથે સમગ્ર ટીમને પરિસરમાં તૈનાત કરી દેવામાં આવી હતી. કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Dussehra, Ravan Dahan, જૂનાગઢ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन