અતુલ વ્યાસ, જૂનાગઢ : જુનાગઢ જિલાના વંથલી પોલીસના (Junagadh Vanthali Police) પાંચ પોલીસ કર્મીને (Five Police Constable of Vanthali Suspended) તોડ કરવાના પ્રકરણમાં જિલા પોલીસ વડાએ સસ્પેન્ડ (SP Junagadh) કર્યા છે તો વંથલી પોલીસ સ્ટેશનના મહિલા PSIને લીવ રીઝર્વમાં મૂકતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર ઘટના એક ટ્રકને બારોબાર ભંગારમાં વેચી અને તોડ કરવાના મુદ્દે ઘટી છે. મામલો પ્રકાશમાં આવતા જૂનાગઢના એસપીએ લાલ આંખ કરી અને ખાખીને લાંછન લગાડનારા પોલીસકર્મીઓને ઘરભેગા કરી દીધા છે.
બનાવની વિગતો એવી છે કે વંથલી તાલુકાના ધણફુલીયા ગામના જગદીશ સોલંકીના ટ્રક ને વંથલી પોલીસે પકડ્યો હતો અને ટ્રકના કોઈ કાગળો ન હોવાથી વંથલી પોલીસના કર્મીઓએ ટ્રક માલિકને ધમકાવી ટ્રકને ભંગારમાં તોડી નાખવાની સલાહ આપી હતી અને તારી ઉપર કોઈ ગુન્હો દાખલ થશે નહિ તેવી બાહેધરી આપી હતી.
બાદમાં પોલીસે ટ્રકને ભંગાવી અને ભંગારના 2 લાખ 40 હજાર રૂપિયા મેળવ્યા અને ટ્રક માલિકને માત્ર 1 લાખ આપ્યા હતા. આ ઘટનાના કારણે લાખોની કિંમતનો ટ્રક ધરાવતા સોલંકી આઘાતમાં સરી ગયા હતા. જે ખાખીને કાયદો જાળવવા ને એની રક્ષા કરવાની જવાબદારી આપવામાં આવી છે તે ખાખી પહેરનારા આ તોડબાજો પોલસકર્મીઓએ તમામ હદ વટાવી દીધી હતી.
કેવી રીતે પકડાયું કૌભાંડ
આ ઘટનાથી આઘાત પામનારા ટ્રક માલિકે ઉચ્ચ અધિકારીઓને આ ઘટનાની તપાસ કરાવવા માટે રજૂઆત કરી હતી. ટ્રક માલિકે ઉપલા અધિકારીને જાણ કરતા તપાસ DYSPને સોપવામાં આવી અને સત્ય બહાર આવતા જિલા પોલીસ વડાએ વંથલી પોલીસ સ્ટેશનના પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે અને મહિલા PSI એ. પી. ડોડીયાને લીવ રીઝર્વ માં મૂકી દીધા છે. આમ પોલીસ ના તોડ પ્રકરણે ભારે ચર્ચા જગાવી છે.
ટ્રક માલિક ડબલ નંબર પ્લેટ લગાડી ચલાવતો હતો
ટ્રક માલિક જગદીશ સોલંકીએ જણાવ્યું કે તેની પાસે ટ્રકના હપ્તાના પૈસા નહોતા, આથી તે ડબલ નંબર પ્લેટ લગાવી ટ્રક ફેરવતો હતો. જગદીશે જણાવ્યું, 'મારી પાસે બે ટ્રક છે, એકમાં ખોટી નંબર પ્લેટ હતી. કોઈએ પોલીસને બાતમી આપી મારો ટ્રક પકડાવ્યો, વંથલી પોલીસ મારા બંને ટ્રેક લઈ ગઈ. મને કહ્યું, તને જેલમાં નથી નાખતા તું આ ટ્રક ભંગાવી નાખ, પોલીસ મારી પાસેથી 12,000 ક્રેનનું ભાડુ વસૂલ્યુ અને ત્યારબાદ ટ્રક ભંગાવી નાખ્યો, પોલીસે આ ટ્રકમાંથી મને 1 લાખ આપ્યા.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર