જૂનાગઢમાં આવેલી સરસ્વતી સ્કુલમાં બાળકોને અનોખુ હોમવર્ક આપવામાં આવ્યું છે. મકરસંક્રાંતિ પર્વ ઉપર બાળકોએ ગાયને ખીસડો ખવડાવાનો છે અને તેનો ફોટો લઇને શાળામાં બતાવવાનાં છે. તારીખ 12 જાન્યુઆરી સુધીમાં હોમવર્ક પૂર્ણ કરવાનું છે.
Ashish Parmar, Junagadh: હિન્દુ સંસ્કૃતિ મુજબ ગાય તે આપણી માતા છે અને ગાયને પૂજનીય ગણવામાં આવે છે. ત્યારે 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિનું પર્વ આવી રહ્યું છે. આ મકરસંક્રાંતિના પર્વમાં ગાયને ખીચડો ખવડાવવાની પ્રાચીન પરંપરા આજે પણ યથાવત છે.
ત્યારે જૂનાગઢમાં સરસ્વતી સ્કૂલ દ્વારા આ પ્રાચીન પરંપરાને આજની પેઢી પણ જાળવી રાખે તે માટે વિદ્યાર્થીઓને હોમવર્ક આપવામાં આવ્યું હતુંઇ.આ અનોખા હોમવર્કમાં વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાની હાજરીમાં ગાયને ખીચડો ખવડાવવાનો રહે છે અને તેનો ફોટો લઈ અને સ્કૂલમાં મોકલવાનું રહે છે. જેથી વિદ્યાર્થીઓએ હોમવર્ક પૂરું કર્યું ગણાય.
12 તારીખ સુધી ચાલશે હોમવર્ક
સ્કૂલમાં ભણતા દરેક વિદ્યાર્થીઓને 12 તારીખ સુધીમાં આ હોમવર્ક પૂર્ણ કરવાનું રહેશે. જેમાં પોતાના માતા પિતાની હાજરીમાં ગાયને ખીચડો ખવડાવી અને તેનો ફોટો લઈ સ્કૂલને વ્હોટ્સએપમાં મોકલવાનું રહે છે. આ ફોટો મોકલ્યા બાદ વિદ્યાર્થીનું હોમવર્ક પૂર્ણ થયેલું ગણાય છે.
આજની પેઢીમાં પરંપરાનું જ્ઞાન યથાવત રહે
આ અનોખા હોમવર્કના પ્રયાસને વાલીઓએ પણ વખાણ્યો હતો. સરસ્વતી સ્કૂલમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતી હસ્તીબેનના માતા અમીબેન જણાવ્યું હતું કે, સ્કૂલનું આ પ્રકારનું અનોખું હોમવર્ક વિદ્યાર્થીઓને પ્રાચીન સંસ્કૃતિથી જોડાયેલું રાખે છે અને આજની પેઢી આપણી જે સાંસ્કૃતિક પરંપરા છે. તેને ભૂલે નહીં તે માટે સ્કૂલ દ્વારા પ્રયાસો કરવામાં આવે છે તે સરાહનીય છે.
1980 થી સ્કૂલ છે કાર્યરત
આ મામલે સ્કૂલના સંચાલક પ્રદીપભાઈ ખીમાણીએ જણાવ્યું હતું કે, અમારી આ શાળા 1980 થી કાર્યરત છે. અમે હિન્દુ સંસ્કૃતિ મુજબ આવતા દરેક તહેવારોમાં વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારનું હોમવર્ક આપતા રહીએ છીએ.
જેથી વિદ્યાર્થીઓ પોતાની સંસ્કૃતિથી હંમેશા જોડાયેલા રહે આજનું યુવાધન મોબાઇલમાં વ્યસ્ત થઈ રહ્યું છે. ત્યારે આપણા તહેવારોની પરંપરાગત ઉજવણીઓ કઈ રીતે થાય છે તે દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવે તે હેતુસર અમારો આ પ્રયાસ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર