Home /News /junagadh /Junagadh: ભાજપના વિજય સરઘસમાં વિરોધમાં નહીં સમર્થનમાં માટલા ફૂટ્યા, જુવો વિડીયો

Junagadh: ભાજપના વિજય સરઘસમાં વિરોધમાં નહીં સમર્થનમાં માટલા ફૂટ્યા, જુવો વિડીયો

X
જીતની

જીતની ખુશીમાં વ્યસ્ત સમર્થક

કેશોદ બેઠક પર સરકારના મંત્રી દેવાભાઇ માલમનો વિજય થયો છે. તેમના સમર્થનમાં વિજય સરઘસ નીકળ્યું હતું. તેમાં કેટલાક લોકોએ માટલા ફોડ્યા હતા અને ખુશી વ્યકત કરી હતી.

  Ashish Parmar Junagadh : વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ભાજપે 156 સીટો પર જીત હાંસલ કરી છે,ત્યારે જૂનાગઢ જિલ્લાની કેશોદ વિધાનસભા સીટ પર ભાજપના ચાલુ સરકારના મંત્રી દેવાભાઈ માલમની વિજય થયો છે.ત્યારે તેમના સમર્થકોમાં ભારોભાર હર્ષ જોવા મળ્યો હતો અને માટલા ફોડી વિજયોત્સવ મનાવ્યું હતો.

  માટલા ફોડી અને પોતાની ખુશી વ્યક્ત કરી


  ભાજપના દેવાભાઈ માલમની જીત થતા જ તેમના સમર્થકો ડીજેના ગીત પર જુમી ઉઠ્યા હતા અને અબીલ ગુલાલના રંગમાં રંગાયા હતા. ત્યારે અન્ય એક સમર્થકે હર્ષમાં આવીને નાચતા નાચતા માટલું ફોડ્યું હતું. હાથમાં માટલું રાખીને પોતાનું નૃત્ય શરૂ રાખ્યું હતું


  કેશોદ બેઠક પર હતો ભારે રસાકસી ભર્યો માહોલ


  કેશોદ બેઠક પર ભારે રસાકસી ભર્યો માહોલ હતો. દેવાભાઈ માલમને ફરીથી ભાજપ દ્વારા રીપીટ કરવામાં આવતા ભાજપના જ પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી.પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો.કોંગ્રેસના ઉમેદવારેહીરાભા ઈ જોટવાએ પણ ફાઇટ આપી હતી.અહીં ત્રિપાંખિયા જંગ થયો હતો.


  દેવાભાઈ ને મળ્યા 55000થી વધુ મત


  ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમને કુલ 55,802 મત મળ્યા હતા.કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાને 51,594 મત મળ્યા હતા અને રામજીભાઈ ચુડાસમાને કુલ 24,497 મત મળ્યા હતા. જ્યારે અરવિંદભાઈ લાડાણીને 19,274 મત મળ્યા હતા.

  First published:

  Tags: Local 18, ગુજરાત ચૂંટણી, જૂનાગઢ, ભાજપ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन