Home /News /junagadh /જૂનાગઢમાં દારૂ સમજી ઝેરી પીણું પીવાથી બેનાં મોત, બન્ને રીક્ષા ચાલક હોવાનું સામે આવ્યું

જૂનાગઢમાં દારૂ સમજી ઝેરી પીણું પીવાથી બેનાં મોત, બન્ને રીક્ષા ચાલક હોવાનું સામે આવ્યું

જુનાગઢમાં બે રીક્ષા ચાલકોએ ઝેરી પીણું પી લેતા મોત

જૂનાગઢમાંથી એક મોટા સમાચારા સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં બે રીક્ષા ચાલકોએ ઝેરી પીણું પી લેતા તેમનું મોત થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રીક્ષા ચાલકે દારૂ સમજી પીણું પીધું હતું, આ બાદ મોત તે બન્નેનું મોત નીપજ્યું હતું.

    જૂનાગઢ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા જ, જૂનાગઢમાંથી એક મોટા સમાચારા સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં બે રીક્ષા ચાલકોએ ઝેરી પીણું પી લેતા તેમનું મોત થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રીક્ષા ચાલકે દારૂ સમજી પીણું પીધું હતું, આ બાદ મોત તે બન્નેનું મોત નીપજ્યું હતું. આ બન્ને શખ્સોનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

    હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા છે. આ સાથે જ, જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. જણાવી દઈએ કે, આ સમગ્ર મામલાની તપાસ કરવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. બન્ને મૃતકોને FSL પી.એમ. અર્થે જામનગર ખસેડાઈ તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

    જણાવી દઈએ કે,  1 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી છે. મતદાન પહેલા આ ઘટનાથી રાજકીય માહોલ ગરમાઇ શકે છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Junagadh crime

    विज्ञापन
    विज्ञापन