જૂનાગઢમાં હનીટ્રેપનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જૂનાગઢમાં એક કારખાનેદારને બે યુવતીઓ ફસાવ્યો છે અને તેને ઘરે બોલાવીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. આમ યુવતીઓએ કારખાનેદાર પાસેથી રૂ. 10 લાખની માંગણી કરી હતી. જોકે, કારખાનેદારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે વધુ તપાસ હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે જૂનાગઢમાં બે યુવતીઓએ એક કારખાનેદારનો પરિચય કેળવ્યો હતો. ત્યાર બાદ તેને લાલચ આપીને ઘરે બોલાવ્યો હતો. તેના ફોટા પાડી લીધા બાદ તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કરી દીધું હતું. કારખાનેદાર પાસે આશરે રૂ.10 લાખની માંગણી કરી હતી. જો પૈસા નહીં આપે તો તેને બદનામ કરી નાંખવાની ધમકી આપી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે યુવતીઓ સાથે ત્રણ યુવકો પણ સામેલ હતા. આ ટોળકીએ કારખાનેદાર પાસેથી રૂ. 10 લાખનો ચેક લખાવી લીધો હતો. જોકે, આ ટોળકીથી કંટાળીને કારખાનેદારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.