Home /News /junagadh /Junagadh: સોરઠમાં આવતા પ્રવાસીઓ ખાસ ધ્યાન દે, આ ટ્રેનનું 10 દિવસ બંધ

Junagadh: સોરઠમાં આવતા પ્રવાસીઓ ખાસ ધ્યાન દે, આ ટ્રેનનું 10 દિવસ બંધ

રેલવે બંધ નોટિફિકેશન 

ડબલ ટ્રેકનું કામ ચાલતું હોય સોમનાથ - અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન 16 જાન્યુઆરી સુધી બંધ રહેશે. પ્રવાસીઓની સીઝન સમયે જ ટ્રેન બંધ થતા લોકોને મુશ્કેલી પડી રહી છે.

Ashish Parmar,Junagadh: સોમનાથ - અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન 16 જાન્યુઆરી સુધી બંધ રહેશે. ડબલ ટ્રેકનું કામ ચાલતું હોય ટ્રેન બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ જાન્યુઆરી માસમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે આ ટ્રેન બંધ કરતા પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો સમય આવ્યો છે.

ડબલ ટ્રેકનું કામ ચાલતું હોવાથી વેરાવળ- અમદાવાદ ચાલતી ટ્રેન 16 જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવી છે. હાલમાં વેકેશન પૂર્ણ થયું છે. મોટાભાગના લોકો પોતાના વતન પરત ફરતા હોય છે. આ ટ્રેન બંધ થઈ છે. ઘણા બધા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે.

આ કામગીરી રાજકોટ પછીના સ્ટેશન પર થઈ રહી છે, તો ટ્રેનને સુરેન્દ્રનગર થી અમદાવાદ વચ્ચે દોડાવવાનો કોઈ અર્થ નથી. કારણ કે મોટા ભાગનો ટ્રાફિક વેરાવળ થી રાજકોટ સુધી મળી રહેતો હોય છે.વેરાવળ -રાજકોટ સુધી ટ્રેનને રેગ્યુલર શરૂ રાખવામાં આવે તેવી પણ માંગ જૂનાગઢના સામાજિક અગ્રણી અમૃતભાઈ દેસાઈએ કરી છે.

16 જાન્યુઆરી પછી શરૂ થશે આ ટ્રેન

સોમનાથ - અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન જૂનાગઢ પહોંચે છે. જૂનાગઢ થી અમદાવાદ જવાવાળા લોકોની સંખ્યા પણ વધારે હોય છે. આ મુસાફરોને બસ તથા બીજા વાહનોની મદદ લેવી પડશે. રાજકોટ સુધી ટ્રેન શરૂ રાખવામાં આવે તો મોટાભાગનો ટ્રાફિક હલ થઈ શકે. હાલ ડબલ ટ્રેકના બ્લોકેજને કારણે કામગીરી સ્વરૂપે ચાર જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી સોમનાથ - અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન બંધ રહેશે.

આ કામગીરીને લીધે અનેક ટ્રેનો મોડી થશે

આ કામગીરીને લીધે અનેક ટ્રેનોના ટાઇમ ટેબલને અસર પહોંચી છે. ત્યારે આ કામગીરીને લીધે અનેક રૂટ બંધ કરાયા છે અને અમુક રૂટને ડાયવર્ટ પણ કરવામાં આવ્યા છે.
First published:

Tags: Junagadh news, Local 18, Train cancelled today